ગુજરાત

gujarat

ETV Bharat / state

Agniveer Yojana: કોઈ પણ સુવિધા વગર રોડ પર પ્રેક્ટિસ કરી સુરત શહેરના 15 જેટલા યુવાનો અગ્નિવીર યોજનામાં જોડાયા - youths of Surat city join Agniveer Yojana

સુરત શહેરના 15 જેટલા યુવાનો અગ્નિવીર (Agniveer Yojana) યોજનામાં જોડાયા છે. સુરતના યુવાનો કોઈ પણ સુવિધા વગર રોડ પર પ્રેક્ટિસ કરી, તનતોડ મહેનત કરી અને આખરે સેના, પોલીસ અને હવે સરકારની અગ્નિવીર યોજનામાં ભરતી થયા છે.

Agniveer Yojana: કોઈ પણ સુવિધા વગર રોડ પર પ્રેક્ટિસ કરી સુરત શહેરના 15 જેટલા યુવાનો અગ્નીવર યોજનામાં જોડાયા
EAgniveer Yojana: કોઈ પણ સુવિધા વગર રોડ પર પ્રેક્ટિસ કરી સુરત શહેરના 15 જેટલા યુવાનો અગ્નીવર યોજનામાં જોડાયાtv Bharat

By

Published : Feb 4, 2023, 4:24 PM IST

કોઈ પણ સુવિધા વગર રોડ પર પ્રેક્ટિસ કરી સુરત શહેરના 15 જેટલા યુવાનો અગ્નીવર યોજનામાં જોડાયા

સુરત:સડક સે સરહદ તક કોઈ પણ સુવિધા વગર રોડ પર પ્રેક્ટિસ કરી સુરત શહેરના ડીંડોલી વિસ્તારના 15 જેટલા યુવાનો અગ્નિવીર યોજનામાં જોડાયા છે. આ યુવાનો અન્ય યુવા વર્ગના લોકો માટે પ્રેરણાના સ્તોત્ર બની ગયા છે. કહેવાય છે કે મક્કમ મનના માનવીને હિમાલય પણ નથી નડતો, ગમે તેઓ મુશ્કેલ માર્ગ કેમ ન હોઈ તેઓ મંજિલ મેળવી ને જ જંપે છે. આ વાતને ખરા અર્થમાં સુરતના યુવાનોએ સાબિત કરી બતાવ્યું છે.

ડીંડોલી વિસ્તારના લોકોમાં અને તેમના પરિવારમાં ગર્વની લાગણી

તનતોડ મહેનત:સુરતના ડીંડોલી વિસ્તારમાં કોઈ પણ સુવિધા વગર રોડ પર તનતોડ મહેનત કરીને 15 જેટલા યુવાનો સરકારની અગ્નિવીર યોજનામાં જોડાયા છે. ડીંડોલી વિસ્તારના લોકોમાં અને તેમના પરિવારમાં ગર્વની લાગણી જોવા મળી રહી છે. એક પણ સુવિધા વગર પોતાના લક્ષ્યની પ્રાપ્તિ કઈ રીતે કરી શકાય આ વાત સુરતના યુવાનોએ પોતાની અથાગ મહેનતથી સાબિત કરી બતાવી છે. સુરતના યુવાનો કોઈ પણ સુવિધા વગર રોડ પર પ્રેક્ટિસ કરી, તનતોડ મહેનત કરી અને આખરે સેના, પોલીસ અને હવે સરકારની અગ્નિવીર યોજનામાં ભરતી થયા છે. ડીંડોલી વિસ્તારના યુવાનો માટે પ્રેક્ટિસ કરવા મેદાન પણ નથી આવી પરિસ્થિતિમાં રોડ પર તેઓ વહેલી સવારે પ્રેક્ટિસ કરતા હતા.

સુવિધા વગર રોડ પર પ્રેક્ટિસ કરી સરકારની અગ્નિવીર યોજનામાં ભરતી થયા

આ પણ વાંચો Surat news: સુરત મનપાનું આઇકોનિક ભવનનું નિર્માણ, સીએમ ભુપેન્દ્ર પટેલ કરશે ખાતમુહૂર્ત

રસ્તા પર દોડી જાત મહેનત:સુરતના ડીંડોલી વિસ્તારના યુવાનોને પોલીસ ભારતીય સેના અથવા તો અન્ય બ્રાન્ચમાં ભરતી મેળવવા માંગતા હતા. દેશ સેવા કરી શકે આ જ કારણ છે કે યુવાઓએ ડીંડોલી વિસ્તારમાં સડક સે સરહદ તક યુવાનોનું ગ્રુપ બનાવવામાં આવ્યું છે. ગ્રુપનો માત્ર એક ઉદ્દેશ ભારતીય સેનામા સેવા આપી દેશની રક્ષા કરવાનો છે. ગ્રુપના યુવાનો પ્રેક્ટિસ કરવા માટે કોઈપણ કચાશ રાખતા નથી. ભલે કડકડતી ઠંડી હોય કે પછી ઉનાળાની સિઝન હોય આ યુવાનો રસ્તા પર દોડી જાત મહેનત કરતા હોય છે.

યુવાનો માટે પ્રેક્ટિસ કરવા મેદાન પણ નથી

આ પણ વાંચો Surat Police : ખોરડાનો અનોખો ખાખીધારી, 16 કિલોમીટર સાયકલ ચલાવીને જાય છે ફરજ પર

ખુશીની લહેર:ઘણા યુવાનો એવા પણ છે કે જેઓ નોકરી કરે છે. પ્રાઇવેટ નોકરી કરીને તેઓ ભારતીય સેનામાં જવા માટે સપના જુએ છે. આખો દિવસ તેઓ લાઈબ્રેરીમા અભ્યાસ કરી પોતાના સપના સાકાર કરવા મહેનત કરતા હોય છે. અગ્નિવીર યોજનામાં પસંદગી પામનાર યશ ભાલચંદ્ર સુર્યવંશીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૩ વર્ષથી આર્મીની તૈયારી કરી રહ્યો હતો. ગ્રુપમાં 3 વર્ષથીપ્રેક્ટિસ કરતો હતો. દરેક ગ્રુપના સભ્યોનો દરેક સુખ દુખમાં ખુબ જ સપોર્ટ મળ્યો છે અને મારી પસંદગી થઇ છે. મારી ટ્રેનીંગ બેંગ્લોરમાં થવાની છે. અમારા 15 લોકોની પસંદગી થતા પરિવારમાં પણ ખુશીની લહેર છે ગર્વ છે. મેદાન શું હોય તે પણ અમને ખબર નથી. અમે રોડ પર મેહનત કરી છે અને આજે સફળ થયા છીએ.

ABOUT THE AUTHOR

...view details