ગુજરાત

gujarat

ETV Bharat / state

8 વર્ષીય બાળકીનું નરાધમે અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચર્યું, આરોપી CCTVમાં કેદ - latest news in surat

સુરત શહેરના એક વિસ્તારમાં એક 8 વર્ષીય બાળકીનું નરાધમે અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સુરત
સુરત

By

Published : Dec 11, 2020, 4:47 PM IST

સુરત : શહેરના એક વિસ્તારમાં એક 8 વર્ષીય બાળકીનું નરાધમે અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

બાળકી એક યુવકને મળી

સુરતના એક વિસ્તારમાં પરપ્રાંતિય કડિયાકામ કરતા પરિવારની 8 વર્ષીય બાળકી ગુરુવારે મધરાત્રે સૂતેલી હતી. ત્યારે એક નરાધમ તેને ઊંચકીને દોઢ કિમી દૂર લઈ જઈ બાળકી પર દુષ્કર્મ કર્યો હતો. એકાદ વાગ્યે બાળકીના પિતા ઊંઘમાંથી જાગી જતા દીકરી બાજુમાં ન હોવાથી અન્ય મજૂરો સાથે શોધખોળ કરવા લાગ્યા હતા. ગુરુવારે વહેલી સવાર સુધી બાળકી ન મળતા પરિવારે પોલીસનો સંપર્ક સાંધ્યો હતો. પોલીસે તાત્કાલિક ટીમો બનાવી શોધખોળ શરૂ કરતા બાળકી સવારે 9.30 વાગ્યાની આસપાસ એક યુવકને મળી હતી.

CCTV ફૂટેજના આધારે આરોપીને પકડવાની તજવીજ શરુ

જ્યારે યુવકે બાળકી પોલીસને સોંપી હતી. બાળકી પર દુષ્કર્મ થયાનું બહાર આવતા આ ઘટનામાં પોલીસે અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાની તજવીજ શરુ કરી છે.

ABOUT THE AUTHOR

...view details