ગુજરાત

gujarat

ETV Bharat / state

આરીફ મર્ડર કેસ: વધુ પાંચ આરોપીઓની ધરપકડ - ક્રાઈમ ન્યુઝ

સુરત: રાંદેર વિસ્તારમાં બે દિવસ પહેલા યુવકની દર્દનાક હત્યા કરવામાં આવી હતી. જેમાં પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. મિત્ર દ્વારા જ ખુની ખેલ ખેલવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યુ છે.

આરીફ મર્ડર કેસમાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ

By

Published : Nov 16, 2019, 6:18 PM IST

રાંદેર - કોઝવે રોડ પરથી પોતાના ઘરે પરત ફરી રહેલા આરીફને કેટલાક અજાણ્યા ઇસમોએ છરીની ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટના બનતાની સાથે પોલીસે આ મામલે તપાસનો દોર શરૂ કર્યો હતો. જ્યાં પોલીસે હત્યાની આ ઘટનામાં અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આરીફની હત્યા તેના નજીકના સંબંધિત દ્વારા જ કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ, પોલીસે હત્યાના ઘટના સ્થળની નજીક લાગેલા CCTV ફૂટેજ ચેક કરાતા આશરે ૯ જેટલા આરોપીઓ સામેલ હોવાનું સામે આવ્યુ છે. ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી. જેને લઇને પાંચ ઈસમોની રાંદેર પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે મળતી માહિતી અનુસાર હત્યાની આ ઘટનામાં ફરાર મુખ્ય આરોપીની ડીંડોલી પોલીસે ધરપકડ કરી રાંદેર પોલીસને સોંપ્યો છે.

આરીફ મર્ડર કેસમાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આરીફની હત્યા MD ડ્રગ્સના કારોબાર અંગે કરવામાં આવી હતી. આરોપીઓ અને આરીફ વચ્ચે MD ડ્રગ્સ મામલે વિવાદ ચાલી આવ્યો હતો .જે વિવાદનો કરૂણ અંજામ આવ્યો હતો. જોકે આ મામલે પોલીસ હાલ હત્યાનું કારણ અંગત અદાવત અને ઝઘડાનું કારણ બતાવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details