ગુજરાત

gujarat

ETV Bharat / state

મેયરના બંગલા પાછળ વર્ષમાં કરોડોનો ખર્ચો, સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નહીં : AAPના કોર્પોરેટર - surat mayor house

સુરત મેયરના બંગલા પાછળના (Surat mayor bunglow expenses) ખર્ચને લઇને AAPના કોર્પોરેટરે આકરા પ્રહાર કર્યા છે. AAPના કોર્પોરેટર કહ્યું કે, બંગલાના સિક્યુરિટી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પણ હજી સુધી સ્કૂલના બાળકોને યુનિફોર્મ, બુટ, મોજા આપવામાં આવ્યા નથી. (AAP corporator strike Surat mayor)

મેયરના બંગલા પાછળ વર્ષમાં કરોડોનો ખર્ચો, સ્કૂલના વિદ્યાર્થીઓને માટે નહીં : AAPના કોર્પોરેટર
મેયરના બંગલા પાછળ વર્ષમાં કરોડોનો ખર્ચો, સ્કૂલના વિદ્યાર્થીઓને માટે નહીં : AAPના કોર્પોરેટર

By

Published : Dec 28, 2022, 8:50 PM IST

સુરત મેયરના બંગલા પાછળના ખર્ચને લઈને AAPના કોર્પોરેટર પ્રહાર કર્યા

સુરત : મેયરના બંગલા પાછળ એક વર્ષમાં કરોડો રૂપિયાનો ખર્ચ (Surat mayor bungalow expenses) કરવામાં આવે છે, પરંતુ સ્કૂલના વિદ્યાર્થીઓને માટે રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો નથી તેવો દાવો આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે કર્યો છે. જેને લઈને આજરોજ સુરત આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મેયર બંગલાની બહાર પાછળ કરવામાં આવેલા ખર્ચને લઈને દેખાવ કર્યો હતો.(AAP corporator strike Surat mayor)

બંગલા પાછળનો કેટલો ખર્ચ મળતા સૂત્રો અનુસાર બંગલાની અંદર મૂકવામાં આવેલા 4 માર્શલની પાછળ એક વર્ષમાં 12,32,448 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. બંગલાની અંદર બહાર બંને જગ્યાઓ પર કુલ 6 સિક્યુરિટી ગાર્ડ પાછળ 9,21,384 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. બંગલાની અંદર એક બેલદાર ગાર્ડન વિભાગ માટે પણ ખર્ચ કરવામાં આવે છે. બંગલાના લાઈટ બિલ પાછળ 1,03,790 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આમ કુલ મળીને 26,63,198 રૂપિયાનો ખર્ચ એક વર્ષમાં કરાયો છે. મેયરના બંગલા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. (mayor bunglow surat)

આ પણ વાંચોજામનગર કોર્પોરેશનની સામાન્ય સભામાં સ્માર્ટ સિટી મુદ્દે વાર પલટવાર

ખર્ચા પર સામાન્ય સભામાં AAP કોર્પોરેટ રચના હિરપરાએ જણાવ્યું હતું કે સવાલ સુરત મહાનગરપાલિકાની ગત સામાન્ય સભામાં મહેશ અણધણ જેઓ કોર્પોરેટર છે. તેમણે સવાલ પૂછ્યો હતો કે, મેયરના બંગલા પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તો મેયરના બંગલાના સિક્યુરિટી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તો એનાથી એવું સાબિત થાય છે કે, કેવું કામ કરવામાં આવે છે કે સિક્યુરિટી પાછળ મોટો ખર્ચકરવામાં આવે છે. (surat mayor house)

આ પણ વાંચોકેયૂર રોકડીયા વડોદરામાં મેયર અને ધારાસભ્યની બેવડી ભૂમિકા ભજવી શકે કે નહીં

કામકાજમાં પૈસા બરબાદ વધુમાં કહ્યું હતું કે, હજી સુધી સ્કૂલના બાળકોને યુનિફોર્મ, બુટ, મોજા આપવામાં આવ્યા નથી. પહેલું સત્ર પૂરું થઈ ગયું બીજું સત્ર ચાલુ થઈ ગયું છે. વિદ્યાર્થીઓને આવી સુવિધાઓ આપવામાં આવી નથી, પૈસા નથી એમ કહેવામાં આવે છે. તો આવી બધી સુવિધાઓ ક્યાંથી આપવામાં આવી રહી છે. તો કોર્પોરેશનને એટલું જ કહેવું છે કે, આવા કામકાજમાં પૈસા બરબાદ કરવાના નથી. જ્યાં જરૂર પડે ત્યાં પૈસા ખર્ચ કરો. (surat mayor Hemali Boghawala)

ABOUT THE AUTHOR

...view details