- કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયા ફરી એક વખત વિવાદમાં આવ્યા
- ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો અને પ્રવાસીઓ પણ રઝળ્યા
- આ મામલે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી
સુરત: આપ પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. તેમણે 8 સીટી બસને રોકી ફિટનેસ સર્ટીફીકેટ માગી હંગામો મચાવી દીધો હતો અને આશરે 200 જેટલા પ્રવાસીઓને રઝળાવ્યાં હતા. આ અંગે તેમની સામે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા તેઓની ધરપકડ કરાઈ હતી. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ પલસાણા ખાતે રહેતા રાહુલ ક્રિશ્ના રોકડે સિટી બસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. બુધવારે રાહુલ સિટી બસને લઈને લંબેહનુમાન રોડ પર આવ્યો હતો અને તે બસમાં પ્રવાસીઓને લઈને વેલંજાથી પરત આવ્યો હતો. બસ કાપોદ્રા ઉત્રાણ બ્રીજ ક્રોસ કરીને કાપોદ્રા વિસ્તારમાં પહોચી ત્યારે તેની આગળ એક ફોરવ્હીલ ચાલકે ગાડી ઉભી રાખી બસને રોકાવી હતી. કાર ચાલકે કહ્યું કે હું આપ પાર્ટીનો કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયા છું. તારી બસનું સર્ટીફીકેટ બતાવ અને જ્યાં સુધી તું બસનું સર્ટીફીકેટ બતાવશે નહિ ત્યાં સુધી બસને જવા નહિ દઉં, જોકે ત્યાં સુધીમાં ત્યાં ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો અને પ્રવાસીઓ પણ રઝળ્યા હતા. જેથી રાહુલે તેના ઉપરી અધિકારીને ઘટના અંગે જાણ કરી હતી.
આ પણ વાંચો: સુરતમાં AAPના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાના ભાઈ મેહુલ વાવલિયા સામે દુષ્કર્મની ફરિયાદ, પોલીસે કરી ધરપકડ
પોલીસે બસના ડ્રાઈવર રાહુલની ફરિયાદ લઈને ધર્મેન્દ્ર વાવલીયાની ધરપકડ કરી