- યોગી ગાર્ડનનું નામ બદલીને પાટીદાર ગાર્ડન કરાયુ
- લોકોએ જ આ નામ બદલ્યુ
- નામ બદલીને પછી મનપામાં રજૂઆત કરી
સુરત : પુણા સીમાડા રોડ પર આવેલા ગાર્ડનનું નામ યોગી ગાર્ડનમાંથી બદલીને પાટીદાર ગાર્ડન કરી દેવામાં આવ્યું છે. વોર્ડ નબર 17ના આપના કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી લોકોની માગ હતી કે, આ ગાર્ડનનું નામ પાટીદાર ગાર્ડન કરવામાં આવે જેથી લોકોએ આ ગાર્ડનનું નામ બદલ્યું છે. આ અંગે મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવશે કે ગાર્ડનનું નામ હવે બદલવામાં ન આવે. બીજી તરફ આ અંગે મનપાને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી ત્યાં લગાવામાં આવેલુ બેનર પણ હટાવી દેવામાં આવ્યું હતું.
મનપાએ આ ગાર્ડનનું નામ પહેલા પાટીદાર ગાર્ડન જ આપ્યુ હતુ : ધર્મશ ભંડેરી
સુરતના પુણા સીમાડા રોડ પર ટીપી સ્કિમ નંબર 68માં આવેલા ગાર્ડનનું નામ યોગી ગાર્ડનમાંથી બદલી પાટીદાર ગાર્ડન કરી દેવામાં આવ્યું છે. આ અંગે વોર્ડ નબર 17ના આપના કોર્પોરેટર ધર્મશ ભંડેરીએ જણાવ્યું હતું કે, મનપા દ્વારા આ ગાર્ડનનું નામ પહેલા પાટીદાર ગાર્ડન નામ જ આપવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં તેનું નામ બદલીને યોગી ગાર્ડન કરી દેવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાય સમયથી લોકોની માગ હતી કે આ ગાર્ડનનું નામ પાટીદાર ગાર્ડન રાખવામાં આવે અને મોટી સંખ્યામાં લોકો આ અંગે તેઓની મુલાકાત પણ કરી ગયા હતા. તે દરમિયાન લોકોએ જ આ ગાર્ડનનું નામ બદલી પાટીદાર ગાર્ડન કરી દીધું છે.
મનપાને જાણ થતા ઘટના સ્થળે પહોંચી બેનર પણ હટાવાયુ