સુરત આમ આદમી પાર્ટીના બારડોલીના ઉમેદવાર ( AAP Bardoli candidate ) રાજેન્દ્ર સોલંકીની ( Rajendra Solanki 20 lakh rupees case ) કારમાંથી લગભગ 20 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ ચોરી મામલે હવાલા ( Money laundering )અંગેનો એન્ગલ સામે આવ્યો છે. સુરત જિલ્લા પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે 9 ઓક્ટોબરના રોજ કડોદરા ખાતે આયોજિત દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની જનસભા પહેલા તારીખ 6 અને 7 ઓક્ટોબર અને સભા બાદ તારીખ 11 અને 12 ઓક્ટોબરના રોજ દિલ્હીથી આંગડિયા પેઢીના માધ્યમથી ચાર વખતં 41 લાખ રોકડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. આજ રોકડ રૂપિયામાંથી 20 લાખ રૂપિયાની ચોરી થઈ હતી અને જેની તપાસ બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે.
ક્યારે બની હતી ઘટનાગત 12મી ઓક્ટોબરે આમ આદમી પાર્ટી બારડોલીના ઉમેદવાર ( AAP Bardoli candidate )રાજેન્દ્ર સોલંકીની ( Rajendra Solanki 20 lakh rupees case ) કારમાંથી લગભગ 20 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ ચોરી થઇ ગઈ હતી. કારમાં રહેલી કેશ કાચ તોડીને બે મોટરબાઈક સવારોએ લુંટી લીધી હતી. પરંતુ બાદમાં તેમનો પીછો કરવામાં આવતાં તેઓ કેશ ભરેલી બેગ રસ્તામાં જ મુકીને ભાગી ગયા હતાં. હવે આ કેશકાંડમાં પોલીસે તપાસ કરતાં ચોકાવનારો ખુલાસો થયો છે. દિલ્હીની આંગડિયા પેઢી કે એમ આંગડિયા દ્વારા અમદાવાદ ખાતે આવેલી ગાંધી આંગડિયા પેઢીમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી સુરતના એસએમ આંગડિયા પેઢી ખાતે આ રકમ ( Money laundering )મોકલવામાં આવી. આ રકમ બારડોલી ખાતે રહેતા સૌરભ પરાશર નામના ઇસને મોકલવામાં આવી હતી.
20 લાખની લૂંટમાં ખુલાસો પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ચાર વાર આ રકમ મોકલવામાં આવી છે અને ચારે વાર મોકલવામાં આવેલી આ રકમ 41 લાખની છે. જેની તપાસ સુરત ગ્રામ્ય પોલીસ સાથે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના બારડોલીના ઉમેદવાર ( AAP Bardoli candidate ) રાજેન્દ્ર સોલંકી ( Rajendra Solanki 20 lakh rupees case ) વી ઇકોસ્પોર્ટમાં તારીખ 12મી ઓક્ટોબરના રોજ આંગડિયા મારફતે આવેલ 20 લાખ રૂપિયા મૂકવામાં આવ્યા હતા તે દરમિયાન અમદાવાદની છારા ગેંગના સભ્યોએ 20 લાખ રોકડા કારના કાંચ તોડી નાસી ગયા હતા. એક સ્થાનિક યુવકે તેમનો પીછો કરતા આ લોકોએ રોકડ રૂપિયાથી ભરેલી બેગ રોડ પર ફેંકીને નાસી ગયા હતાં. આ બેગ જ્યારે પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે આખો રેકેટ સામે આવ્યો છે. પોલીસે ચોરીના ગુનામાં આરોપીઓની ધરપકડ કરી લીધી છે પરંતુ હવે હવાલા એન્ગલથી તપાસ શરૂ કરવામાં આવી છે. પહેલા પોલીસ ચોરીના એંગલથી તપાસ કરી રહી હતી પરંતુ આ પૈસા ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ કરતાં સમગ્ર મામલો હવાલા ( Money laundering )સુધી પહોંચ્યો છે.