સુરત- શહેર હવે ક્રાઈમ સિટી બની ગઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં બે હત્યાના બનાવ બન્યા છે. સુરતના અમરોલી વિસ્તાર બાદમાં પણ યુવાનની હત્યા કરી નાખવામાં આવી છે. હત્યા કોણે કરી છે તે અંગે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. અંગત અદાવતમાં અજાણ્યા ઇસમોએ કેતન રમેશ હેડાઉ પર ચપ્પુના સાતથી આઠ ઘા માર્યા હતા. જેથી કેતનને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોતની થયું હતું. (man working in Air India was brutally killed with a paddle)(surat murder case)(air india worker murder)
એર ઇન્ડિયામાં નોકરી કરનાર યુવાનની ચપ્પુ વડે ઘાતકી હત્યા - surat murder case
લિંબાયત વિસ્તારમાં એર ઇન્ડિયામાં નોકરી કરનાર યુવાનની હત્યા કરવામાં આવી છે. અજાણ્ય શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે સાત થી આઠ ઘા મારી કેતન નામના યુવાનની હત્યા કરી નાખી હતી પોલીસે સમગ્ર મામલે આખરે તપાસ હાથ ધરી છે. man working in Air India was brutally killed with a paddle, surat murder case, air india worker murder
સ્થાનિકોમાં પણ ભયનો માહોલ-સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા કેતન એરલાઇન્સ માં નોકરી કરી પોતાના પરિવારજનોનું ગુજરાત ચલાવતો હતો . રાત્રી દરમિયાન કેતન મમતા ટોકીઝ પાસે થી જઇ રહ્યો હતો. દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા કેતન ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં કેતન ગંભીર રીતે ઘાયલ થયો હતો. હુમલાબાદ તમામ આરોપીઓ ત્યાંથી ભાગી છુટ્યા હતા. બીજી તરફ આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ 108 ને કોલ કરી કેતનને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે હાજર તબીબે કેતનને મૃત ઘોષિત કરતા પરિવારજનોમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું.
હુમલાખોરો મદ્રાસી છે- કેતનના પિતા રમેશે એ જણાવ્યું હતું કે, એર ઇન્ડિયામાં નોકરી પર ચડ્યાને મારા પુત્રને માત્ર છ મહિના જ થયા હતા મારા મોટા પુત્ર એ ફોન કરીને જણાવ્યું હતું કે કેતન પર હુમલો થયો છે, અને તેને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંગે જાણ થતા હું તત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો જ્યાં જોયું કે કેતન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. હું પોલીસ પાસે માંગ કરું છું કે આવું કોઈની સાથે થવું ન જોઈએ. મારા દીકરાને ન્યાય મળે એ જ મારી માંગણી છે. અમે પોલીસને જણાવ્યું છે કે હુમલાખોરો મદ્રાસી છે એવું જાણવા મળ્યું છે.
સમગ્ર મામલે તપાસ ચાલે છે- આ ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસ તેમજ ઉપરી અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને તપાસ શરૂ કરી હતી. એસીપી જે.ટી.સોનારાએ જણાવ્યું હતું કે લિંબાયતમાં હત્યા ની ઘટના બની છે, અને અમે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સીસીટીવીના આધારે પણ અમે તપાસ કરી રહ્યા છે. હાલ અંગત અદાવત ના કારણે હત્યા થઈ હોય તેવું જાણવા મળી રહ્યું છે મરનાર પર ચપ્પુ વડે ઘા મરાયા હતા.