સુરત:વધુ એક વખત હાર્ટ અટેકની ઘટના સામે આવી છે. શહેરના ખટોદરા જીઆઈડીસી વિસ્તારમાં આજરોજ વેહલી સવારે જ 42 વર્ષીય કાનજીસિંગ પુરાણસિંગ રાજપુત જેઓ તેમના ભત્રીજા લક્ષ્મણસિંગ જોડે બાઈક ઉપર પાછળ બેસીને કોઈક કારણસર બહાર જઈ રહ્યા હતા, ત્યારે જ તેમને હાર્ટ એટેક આવતા ચાલુ ગાડી ઉપરથી નીજે પડી ગયા હતા. જે જોઈ સ્થાનિકો દોડી આવ્યા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.
છાતીમાં દુખાવો થતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા:મોત થતા જ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. હાલ આ મામલે પોલીસે મોતનું સાચું કારણ જાણવા માટે બોડી પોસમોટમ રૂમ ખાતે મોકલી આપવામાં આવી છે. હાલ તો પોસમોટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે. આ બાબતે મૃતક કાનજીસિંગના ભત્રીજા લક્ષ્મણ રાજપૂતે જણાવ્યું કે, આજે સવારે કાકાને અચાનક છાતીમાં દુખાવો થતા તેમને હું હોસ્પિટલ લઈ જતો હતો.અને તેમને છાતીમાં દુખાવો રહેવાના કારણે મેં બાઈક પણ એકદમ ધીરે ધીરે હાંકી રહ્યો હતો.જોકે હોસ્પિટલ નજીક હોવાથી બાઈક ઉપર જ લઈને નીકળ્યો હતો. ત્યાંજ ખટોદરા જીઆઈડીસી પાસે જ તેઓ અચાનક જ ચાલુ બાઇકે નીચે પડી ગયા હતા જેથી સ્થાનિકો પણ દોડી આવ્યા હતા.ત્યારબાદ તેઓ કશું બોલતા નઈ હતા.
છીરીમાં બંગાળી પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલ્યો, ઓળખીતાઓ જ નીકળ્યા કાવતરાખોર