પોલીસ તપાસ પ્રમાણે, આ યુવાનનુ નામ ખલીલ શેખ છે અને આ હત્યા પ્રેમ પ્રસંગની આશંકામાં કરી હોવાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. જો કે, પોલીસે અન્ય દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
સુરતમાં વધુ એક યુવાનની હત્યા, પ્રેમ પ્રસંગ કારણ હોવાની આશંકા - Gujarati news
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં હાલ ક્રાઈમના બનાવોમાં સતત વધારો થતો જાય છે. સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા દયાળજી બાગ નજીક મોડી રાત્રે રોડ પરથી એક યુવાન લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલ દ્વારા આ ઘટનાની જાણ પોલીસના કરતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.
માહિતી પ્રમાણે, મૃત યુવાન ખલીલ શેખ સુરતના સલાબતપુરા રેશમવાડ કબ્રિસ્તાન પાસે મોહમ્મદ ખલીલ ગુલામ બહાદુર શેખ પરિવાર સાથે રહેતો હતો. ગત રાત્રે નાનપુરા દયાળજી બાગ ખાતે ઘર પાસે જ રહેતા મિત્ર અસરારે યુવાનને મળવા બોલાવ્યો હતો. અસરારની બહેન સાથે ખલીલ શેખનું પ્રેમ પ્રરકરણ ચાલતુ હોવાની ચર્ચા વચ્ચે બંન્ને મળવા ભેગા થયા હતા. ત્યારબાદ દયાળજી બાગ પાસે વાતચીત ઉગ્ર થતા અસરારએ ખલીલ શેખને 10 થી 12 જેટલા ચપ્પુના ઘા માર્યા અને ત્યારબાદ માથા પર લાકડાના ફટકાનો ઘા મારી ભાગી ગયો હતો.
આ ઘટના દરમિયાન રાહદારીઓને લોહીલુહાણ હાલતમાં મળી આવેલ ખલીલ શેખને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પીટલ દોડી ગઈ હતી.