ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 808 અને જિલ્લાના 47 કેસ સહિત કુલ 855 કેસો નોંધાયા, 400 દર્દી ડિસ્ચાર્જ - રિકવરી રેટમાં સુધાર

સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં ગઈકાલે પોઝિટવ કેસોની સંખ્યા 782 હતી, જેમાં 26 કેસોનો વધારો થવાથી આજે કુલ 808 કોરોના પોઝિટિવ કેસો થયા છે. તેમજ આજે 29 વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ 400 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ 37 દર્દીના મૃત્યુ નોંધાયા છે. 79.5૭૯.૫ ટકા રિકવરી રેટ થયો છે. પોઝિટિવ કેસો પૈકી આજે સૌથી વધુ સુરતના લિંબાયત ઝોનમાંથી 18 કેસો મળી આવ્યા છે. કુલ 14809 ટેસ્ટીંગ કરાયા છે.

સુરત શહેરમાં 808 અને જિલ્લાના 47 કેસ સહિત કુલ 855 કેસો નોંધાયા, 400 દર્દી ડિસ્ચાર્જ
સુરત શહેરમાં 808 અને જિલ્લાના 47 કેસ સહિત કુલ 855 કેસો નોંધાયા, 400 દર્દી ડિસ્ચાર્જ

By

Published : May 9, 2020, 11:27 AM IST

સુરત : મ્યુનિસિપલ કમિશ્નરે વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ 1581 લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં 439 લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૩૩૪ લોકો છે. લિંબાયતમાં ત્રણ દિવસ સુધી હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવશે. જ્યારે સુરત જિલ્લામાં પોઝિટીવ કેસોની સંખ્યા 43 હતી, જેમાં 04 કેસનો વધારો થવાથી આજે કુલ 47 કોરોના પોઝિટિવ કેસો થયા છે. તેમજ આજે 02 દર્દી સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ 01 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસો પૈકી પલસાણા તાલુકાના વરેલી ગામમાંથી આજે 04 મળી કુલ 47 કેસો આવ્યા છે. કુલ 5258 ટેસ્ટીંગ કરવામાં આવતાં 47 પોઝિટીવ અને 5161 નેગેટીવ કેસો જયારે 07 કેસનો રિપોર્ટ પેન્ડિગ અને 43 રિપીટ સેમ્પલ નોંધાયા છે. 30 એક્ટિવ ક્લસ્ટર છે.

સુરત શહેરમાં સંવેદના પ્રોજેક્ટ હેઠળ સ્વૈચ્છિક સંસ્થાઓ અને પાલિકા દ્વારા 4,14,200 ફુડ પેકેટનું આજે વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં 14000 જેટલી હોમિયોપેથી દવાઓનુ વિતરણ કરવામાં આવ્યુ છે. હાલની પરિસ્થિતિમાં સ્લમ એરિયામાં સઘન સર્વેલન્સ કરવા સાથે 36 ફિવર ક્લિનિક અને 184 વોશ બેસિનનું આયોજન કરવામાં આવ્યું હતું. 60 પ્રચાર ગાડીઓ દ્વારા કોરોના જાગૃત્તિનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

હાલ કેરીની સિઝન હોવાથી ખેડુતો કેરીનો પાક વેચી શકે તે માટે એક આગવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. હાલ એપીએમસી માર્કેટ બંધ હોવાથી ખેડુતો પોતાનો પાક પોતાના વાહનમાં આવીને વેચી શકે તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ખેડુતો કેરી વેચે ત્યારે કેરી વિણવાની જગ્યાએ આખુ કેરેટ વેચવામાં આવશે. જો લોકડાઉનનુ 21 દિવસ સુધી વ્યવસ્થિત પાલન કરવામાં આવે તો કોવિડનું ઈન્ફેક્શન ફેલાતું નથી. દરેક નાગરિક પોતાની જવાબદારી નિભાવે અને લોકડાઉનનું સંપુર્ણ પાલન કરે તથા જે ટીમો સર્વેલન્સ માટે આવે તો તેમનો સાથ સહકાર લોકો આપો તેવી વિનંતી મ્યુનિશિપલ કમિશ્નર દ્વારા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details