ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં કુલ 303 દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે: મ્યુ.કમિશનર - સુરત મ્યુનિસિપલ કમિશ્નર

કોરોના વાઇરસ મહામારી વચ્ચે સુરતમાં કોરોના વાઇરસના આંકડાની વચ્ચે સ્વસ્થ થવાની સંખ્યા પણ વધી છે. સુરતમાં કુલ 303 દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Etv Bharat, Gujarati News, Covid 19, Surat News
Surat News

By

Published : May 6, 2020, 12:50 PM IST

સુરત: સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યા 674 હતી, જેમાં 24 કેસોનો વધારો થવાથી બુધવાર કુલ 698 કોરોના પોઝિટિવ કેસો થયા છે. તેમજ 30 વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ 301 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ 32 દર્દીના મૃત્યુ નોંધાયા છે. 43 ટકા રિકવરી રેટ થયો છે, જ્યારે 4.6 ટકા મૃત્યુ દર રહ્યોં છે. પોઝિટિવ કેસો પૈકી સૌથી વધુ સુરતના ઉધના ઝોનમાંથી બુધવારે 07 કેસો મળ્યા છે. 13268 ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 698 પોઝિટિવ કેસ મળ્યા છે.

જ્યારે સુરત જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા 39 હતી, જેમાં 01 કેસનો વધારો થવાથી બુધવારે કુલ 40 કોરોના પોઝિટિવ કેસ થયા છે. તેમજ આજે 01 દર્દી સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ 01 દર્દીનું મૃત્યુ નોંધાયું છે.

આ ઉપરાંત પોઝિટિવ કેસ પૈકી ઓલપાડ તાલુકાના દિહેણ ગામના 01 કેસ મળી કુલ 40 કેસો આવ્યા છે. કુલ 4602 ટેસ્ટીંગ કરવામાં આવતાં 40 પોઝિટીવ અને 4432 નેગેટિવ કેસ જયારે 87 કેસનો રિપોર્ટ પેન્ડિંગ અને 43 રિપીટ સેમ્પલ નોંધાયા છે. 27 એક્ટિવ ક્લસ્ટર છે.

મ્યુ. કમિશનરે વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ 1862 લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં 362 લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં 119 લોકો છે. હાલની પરિસ્થિતિમાં સ્લમ એરિયામાં 31 ફિવર ક્લિનિક અને 196 વોશ બેસિનનુ આયોજન કરવામાં આવ્યું છે. કોરોના સામે જાગૃતિ માટે 61 પ્રચાર ગાડી મૂકવામાં આવી છે. કોરોના યોદ્ધા સમિતી દ્વારા લોકોને કોરોના વિશે સમજણ લાવવાનું કાર્ય થઈ રહ્યું છે. સમિતી દ્વારા સ્લમ વિસ્તારમાં વધુને વધુ ઉકાળા અને હોમિયોપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. હોમિયોપેથી દવામાંથી ખુબ જ સારૂં પરિણામ મળ્યું છે.

પાનીએ વધુમાં જણાવ્યું કે, ડિસઈન્ફેક્શન અને સેનેટાઈઝેશનની કામગીરી શહેરના સ્લમ વિસ્તારમાં વધુને વધુ કરવામાં આવે છે. તંત્ર દ્વારા ડિસઈન્ફેક્શન અને સેનેટાઈઝેશનની કામગીરી કરવામાં આવી છે. સૌથી વધુ કેસો 49 થી 60 ઉંમરના લોકોમાં જોવા મળ્યા છે. પુરૂષોમાં 29 થી 40 વર્ષના યુવાનોમાં વધુ કેસો જોવા મળ્યા છે. સૌથી વધુ સેન્ટ્રલ, નોર્થ અને સાઉથ-ઈસ્ટ ઝોનમાં તમામ ઉંમરના લોકો જયારે ઈસ્ટ ઝોન-બી, વેસ્ટ અને અઠવા ઝોનમાં 0 થી 09 વર્ષના બાળકો ઈનફેક્ટેડ થયા નથી.

ABOUT THE AUTHOR

...view details