સુરત: નાની એવી લાપરવાહી ભારે પડી શકે છે. લાપરવાહીના કારણે મોત પણ થઈ શકે છે.સુરતમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં માતા-પિતાની લાપરવાહીના કારણે બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કનસાડ રોડ ઉપર રહેતા શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની બાળકી રમતા રમતા ટેમ્પોમાંથી નીચે પટકાતા ઈજાગ્રસ્ત થઇ હતી. ત્રણ દિવસ પહેલા આ બનાવ બન્યો હતો. ત્યારે બાળકીને કોઈ દુખાવો કે કઈ થયું હતું નહીં. અચાનક ગઈ રાત્રે દુખાવો થતા તે બેભાન થઈ ગઈ હતી. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જે બાદ બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
ત્રણ હોસ્પિટલ લઇ ગયા:આ બાબતે મૃતક બાળકીના પિતા ભાગેલું ચૌહાણે જણાવ્યું કે, "ત્રણ દિવસ પહેલા સુહાની રમતા રમતા ટેમ્પોમાંથી નીચે પટકાઈ ગઈ હતી. પરંતુ સૌ પ્રથમ વખત તો તેને કશું થઇ ન હતું. પરંતુ માથાના પાછળના ભાગે મોટું ગૂમડું થઇ ગયું હતું.પરંતુ ગઈકાલે રાતે તેને માથામાં તેજ ભાગ ખૂબ જ દુખાવો થતો હોવાથી તે બેભાન થઇ ગઈ હતી.અમે તેને ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા.જ્યાં એક બાદ એક અમે ત્રણ હોસ્પિટલ લઇ ગયા હતા. આ તમામ હોસ્પિટલોમાંથી અમને એમ કહેવામાં આવ્યું કે તમે સિવિલ હોસ્પિટલ લઇને જાવ અમે અહીં લાવ્યા તો અહીં ડોક્ટરે સારવાર શરૂ કરી હતી. પરંતુ એક કલાક બાદ ડોક્ટરોએ જણાવ્યું કે, તેનું મોત થઇ ગયું છે".