- સુરતમાં બે દિવસમાં હત્યાની ત્રીજી ઘટના સામે આવી
- ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા વ્યક્તિનું રૂપિયાની લેતીદેતીમાં મર્ડર
- પોલીસે તપાસ શરૂ કરી
સુરત: શહેરના મહિધરપુરા પોલીસની હદમાં ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા વ્યક્તિની રૂપિયાની લેતી-દેતી બાબતે હત્યા થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ઘટનાને પગલે મહિધરપુરા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
શહેરમાં બે દિવસમાં મહિધરપુરા પોલીસની હદમાં ત્રીજી હત્યાની ઘટના સામે આવી
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુધીર પ્રવિણચંદ્ર નામના વ્યક્તિ ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા હતા. તેમને અઝીમ શેખને દીવો બનાવવા આપેલા હતો. ફેબ્રીકેશનનું કામ કરતા અઝીમે પૈસાની લેવડદેવડ બાબતે સાંજે તેમને મળવા બોલાવ્યા હતા. આ દરમિયાન પૈસાની લેતી-દેતીને લઇ બંને વચ્ચે તકરાર થતાં સામાન્ય મારામારી થઈ હતી. આ મારામારીમાં સુધીર પ્રવિણચંદ્રનું મોત નીપજયું હતુ. સુધીર પ્રવિણચંદ્રના બંને પુત્રોએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરાવ્યો છે. હાલ મહિધરપુરા પોલીસે આ ઘટનામાં વધારે તપાસ હાથ ધરી છે.