ગુજરાત

gujarat

By

Published : Oct 4, 2020, 7:46 AM IST

ETV Bharat / state

સુરત ગ્રામ્ય પોલીસની એક ખાસ પહેલ, ક્લાસ વન અધિકારીઓની ટીમ લોકોને સુસાઇડ કરતા અટકાવશે

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા એક ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્યાના ક્લાસ વન અધિકારીઓની ટીમે જાહેર જનતા માટે પોતાનો નંબર સાર્વજનિક કર્યો છે. જે નંબર દ્વારા લોકોને સુસાઇડ કરતા અટકાવશે.

સુરત ગ્રમ્ય પોલીસની એક ખાસ પહેલ, ક્લાસ વન અધિકારીઓની ટીમ લોકોને સ્યુસાઇડ કરતા અટકાવશે
સુરત ગ્રમ્ય પોલીસની એક ખાસ પહેલ, ક્લાસ વન અધિકારીઓની ટીમ લોકોને સ્યુસાઇડ કરતા અટકાવશે

સુરતઃ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા એક ખાસ મુહિમ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ક્લાસ વન અધિકારીઓની ટીમ લોકોને સુસાઇડ કરતા અટકાવશે. સુરત ગ્રામ્ય પોલીસની 6 અધિકારીઓની ટીમ જાહેર જનતા માટે પોતાનો નંબર સાર્વજનિક કર્યો છે.

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા એન્ટી સુસાઇડ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ વખતે હેલ્પલાઇન નંબર કોઈ એનજીઓ અથવા કાઉન્સિલરનો નથી, પરંતુ સુરત જિલ્લાના ક્લાસ વન અધિકારીઓનો નંબર છે. રાજ્યમાં પ્રથમવાર એન્ટી સુસાઈડ હેલ્પલાઇન નંબરમાં ક્લાસ વન અધિકારીઓનો નંબર સામેલ કરવામાં આવ્યો છે. જેમાં પોતે સુરત જિલ્લાના પોલીસ સુપ્રિટેન્ડન્ટ ઉષા રાડાનો ફોન નંબરનો સમાવેશ થયો છે.

સુરત ગ્રામ્ય પોલીસે એન્ટી સુસાઇડ હેલ્પલાઇન નંબરમાં 4 DYSP અને SP સહિતનો નંબર જાહેર જનતાને આપ્યો છે. આ નંબર મહાત્મા ગાંધી જયંતિના રોજ જાહેર કરવામાં આવ્યો હતો અને નંબર જાહેર થતા થોડા કલાકોમાં બે લોકોએ આત્મહત્યા કરવાની ઈચ્છા આ નંબર ઉપર જણાવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં તેમની મદદ કરવા પહોંચી ગયા હતા.

સુરત ગ્રમ્ય પોલીસની એક ખાસ પહેલ, ક્લાસ વન અધિકારીઓની ટીમ લોકોને સ્યુસાઇડ કરતા અટકાવશે
આ અંગે સુરતના પોલીસ અધિક્ષક ઉષા રાડાએ જણાવ્યું હતું કે, પોતાની આત્મહત્યા કરવું પણ એક પ્રકારની હિંસા છે. આજ કારણ છે કે, લોકોને હિંસાથી અટકાવવા માટે આ ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવ્યો છે. એક કોલ્ડ સ્ટોરેજના માલિકે ફોન કરી જણાવ્યું હતું કે, તેને આર્થિક નુકસાન થતા તે જીવન ટૂંકાવવા માગે છે. તેની મદદ માટે પણ અમે માંડવી પોલીસને તેમના સંપર્ક કરાવી કાઉન્સલીંગ શરૂ કરી છે. જ્યારે બીજો બ્લડ કલોટની સમસ્યાને લઇ જીવન ટૂંકાવવા હેતુ જણાવ્યુ હતું. તેમની મદદ માટે પણ અમે સુરત સિવિલ સાથે સંપર્ક કરાવી તાત્કાલિક બ્લડની વ્યવસ્થા કરાવી હતી.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે પણ સુસાઇડને લગતા પ્રશ્નો હશે. તેનું કાઉન્સલીંગ ક્લાસ વન અધિકારઓ પોતે જ કરશે અને આવનારા દિવસોમાં એનજીઓ અને કાઉન્સિલર દ્વારા લોકોને આત્મહત્યા કરવાથી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details