ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતની એક કંપનીનું 60 કરોડ રૂપિયાની ડ્યૂટી ચોરીનું ઝડપાયું કૌભાંડ - Duty theft in Surat

સુરત જિલ્લાના સચિન સ્થિત સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કરતી એક કંપનીનું 60 કરોડ રૂપિયાની ડયૂટી ચોરીનું કૌભાંડ કસ્ટમ અને DRIએ ઝડપી પાડ્યું હતું.

Gujarat News
Gujarat News

By

Published : May 30, 2021, 9:19 PM IST

  • સુરતની એક કંપનીનું ચોરીનું કૌભાંડ ઝડપાયું
  • 60 કરોડ રૂપિયાની ડયૂટી ચોરીનુું કૌભાંડ
  • DRIએ કંપનીના બન્ને કન્સાઈન્મેન્ટ જપ્ત કરી લીધા

સુરત : સચિન વિસ્તારમાં આવેલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે આવેલી જ્વેલરી મેન્યુફેક્ચરીંગ કંપની વિદેશથી લેબ્ગ્રોન હીરાઓ મંગાવી ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કરી એક્સપોર્ટ કરે છે. કંપનીએ વિદેશથી લેબગ્રોન ડાયમંડ ઈમ્પોર્ટ કર્યા હતા અને સેઝના કાયદા પ્રમાણે કંપનીએ લેબગ્રોન ડાયમંડના સ્થાને નેચરલ ડાયમંડ એક્સપોર્ટ કરી રહી હતી. જોકે ચોપડા પર કમ્પનીએ લેબગ્રોન ડાયમંડ એક્સપોર્ટ થઈ રહ્યા હોવાનું ડિક્લેરેશન જણાવ્યું હતું.

આ પણ વાંચો : સુરત RTOની બેદરકારી, એક જ નામનું લાઇસન્સ 2 વ્યક્તિઓને આપ્યું

અન્ય માલ એક્સપોર્ટ કરી રહ્યા હતા

DRIએ રેડ કરતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયું હતું. DRIએ કંપનીના બન્ને કન્સાઈન્મેન્ટ જપ્ત કરી લીધા છે. પ્રાથમિક દૃષ્ટિએ બન્ને કન્સાઇનમેન્ટમાં આશરે 50 હજાર કેરેટ હીરા છે. જેની કિંમત 60 કરોડ હોવાની શક્યતા છે. SEZના કાયદા પ્રમાણે જે રાખવામાં આવે છે તેના પર વેલ્યુ એડીશન કરી એક્સપોર્ટ કરવું પડે છે, પરંતુ અહી કંપની સંચાલકો જે માલ ઈમ્પોર્ટ કરતા હતા તેની જગ્યાએ અન્ય માલ એક્સપોર્ટ કરી રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details