સુરત :વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી મોટી ઓફિસના ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. ડાયમંડ સીટી સુરત માટે આ ખૂબ જ મોટી બાબત છે. વિશ્વમાં સુરત ડાયમંડ બુર્સ જાણીતો થશે. તયારે સુરતના એક હીરા ઉદ્યોગપતિએ સોના-ચાંદી અને હીરાથી બે કિલો વજનની સુરત ડાયમંડ બુર્સની પ્રતિકૃતિ બનાવી છે. વિશ્વભર માટે સુરત ડાયમંડ બુર્સ આઈકોનિક બિલ્ડીંગ છે, જેને ધ્યાનમાં રાખી હીરા ઉદ્યોગપતિ જતીન કાકડિયા દ્વારા આ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.
PM મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન:આવતીકાલે 17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે ,જ્યાં દેશ-વિદેશના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ વેપારીઓ હાજર રહેશે. વિશ્વભરમાં સુરત ડાયમંડ બુર્સ ચર્ચાનો વિષય છે જ્યારે વધુ એક ડાયમંડ બુર્સ હાલ ચર્ચાઇ રહ્યો છે. સુરતની એક ડાયમંડ કંપની દ્વારા ખાસ ડાયમંડ બુર્સ ની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે ખજોદ તૈયાર ડાયમંડ બુર્સની જેમ આ પણ ખૂબ જ મહત્વ ધરાવે છે કારણ કે સુરત સીટી ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે અને ડાયમંડ સિટીમાં બે કિલો વજનદાર સુરત ડાયમંડ બુર્સની પ્રતિકૃતિ હીરા, સોનાં અને ચાંદીથી તૈયાર કરવામાં આવી છે . ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ડાયમંડ બુર્સ માટે અભિનંદન આપ્યાં છે.