સુરત:શહેરમાં કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ સ્વાઇન ફ્લૂના કેસમાં સતત(Swine flu case in Surat ) વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને રાજ્ય સરકાર તથા સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં (Swine flu in Gujarat)આવી છે. શહેરમાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ 43 જેટલા કેસો નોંધાયા છે. સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સુરતમાં સ્વાઇન ફ્લૂના 43 કેસ -આ ચોમાસાની ઋતુમાં સ્વાઇન ફ્લૂના કેસમાં(Swine flu) સતત વધારો થઇ રહ્યો છે. જેને લઈને સુરત સહિત રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. હજી પણ એક મહિના સુધી કાળજી રાખવાની જરૂર છે. અત્યારે સુધીમાં સુરત શહેરમાં સ્વાઇન ફ્લૂના કુલ 43 જેટલાં કેસ નોંધ્યા છે .ગઈકાલે પણ સ્વાઇન ફ્લૂના કુલ 6 કેસો નોંધ્યા હતા. તે સાથે બે લોકોના મત્યુ પણ (Swine flu 2022)થયા છે. એમાં એક 46 વર્ષના પુરુષ હતા તેમનું 4 ઓગસ્ટના રોજ સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું હતું. 45 વર્ષથી વધુ ઉંમરની મહિલા 1 ઓગસ્ટના રોજ મૃત્યુ થયુ છે.
આ પણ વાંચોઃકાળો કળિયુગ : કોરોના, લમ્પી અને હવે સ્વાઇન ફ્લૂનો તાંડવ, વધુ એકનું મૃત્યુ