ટ્રેન અને પ્લેટફોર્મમાં મહિલાઓની થતી છેડતીને અટકાવવા ગુજરાત રેલવે પોલીસ સજ્જ થઈ છે. એક ખાસ ડિકોય થકી ગુજરાત રેલવે પોલીસ રોમિયોગીરી કરનારને ઝડપી પાડવાની નિતી ઘડી રહી છે.
પ્લેટફોર્મ પર વધતાં છેડતીના કિસ્સાઓને ધ્યાનમાં લઈ GRP દ્વારા ખાસ ડિકોય યોજાશે
સુરત : શહેરમાં છેલ્લા કેટલાય સમયથી અમદાવાદથી મુંબઇ સુધી વેસ્ટર્ન રેલવેના રૂટ પર અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે. મહિલા છેડતીના વધતાં કિસ્સાઓને ધ્યાનમાં લઈ મંગળવારના રોજ ગુજરાત રેલવે પોલીસના DIGએ તમામ રેલવે અધિકારીઓની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં રાત્રિ દરમિયાન મહિલા કોચ અને રેલ્વે પ્લેટફોર્મ પર રેલવે પોલીસની મહિલા કોન્સ્ટેબલ સિવિલ ડ્રેસમાં રાખવાનો નિર્ણય લેવાયો હતો.
પ્લેટફોર્મ પર વધતાં છેડતી કિસ્સાઓને ધ્યાનમાં લઈ GRP દ્વારા ખાસ ડિકોય યોજાશે
વલસાડ મહિલા ટીચર સાથે છેડતીના બનાવ બાદ ગુજરાત રેલવે પોલીસના DIG ગૌતમ પરમારે મહિલા યાત્રીઓ માટે ખાસ પ્લાન તૈયાર કર્યો છે. રેલવે પ્લેટફોર્મ અને ટ્રેનના મહિલા કોચમાં સિવિલ ડ્રેસમાં મહિલા કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવશે. જે રોમિયોગીરી કરનારને મહિલા યાત્રીઓના વેશમાં મહિલા કોન્સ્ટેબલ ધરપકડ કરી તેની પર કાયદેસરની કાર્યવાહી કરશે.