ગુજરાત

gujarat

ETV Bharat / state

‘મેં ભી ચોકીદાર’ કાર્યક્રમ અંતર્ગત ETV Bharatની ચોકીદારો જોડે ખાસ વાતચીત - Congress

સુરત: ‘મેં ભી ચોકીદાર’ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન મોદીએ દિલ્હીથી વીડિયોના જીવંત પ્રસારણ થકી દેશભરના ચોકીદારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. જ્યાં સુરતમાં પણ ત્રણ સ્થળોએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના વરાછા સ્થિત સરદાર સ્મૃતિ ભવન ખાતે આયોજિત 'મેં ભી ચોકીદાર' કાર્યક્રમમાં  શહેરના અલગ અલગ સંસ્થાઓમાં ચોકીદાર તરીકેની ફરજ બજાવતા લોકો હાજર રહી મોદીના જીવંત પ્રસારણ કાર્યક્રમને નિહાળ્યો હતો.

ફોટો

By

Published : Mar 31, 2019, 9:50 PM IST

વરાછામાંઆવેલા સરદાર સ્મૃતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં સવર્ણ ચોકીદારો સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. આ સાથે જ સુરત શહેર ભાજપ પ્રમુખ, મેયર તેમજ ધારાસભ્યો પણ હાજર રહ્યા અને મેં ભી ચોકીદાર કાર્યક્રમને માણ્યો હતો.

આ કાર્યક્રમમાં હાજર ચોકીદારોએ એક જ મત આપ્યો હતો કે, આગામી લોકસભાની ચૂંટણીમાં મોદીને ચોર કહેનાર પાર્ટીને માત આપી મોદી સરકાર બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. મોદીએ હમણાં સુધી ગરીબો માટેના ઘણા કાર્યો કર્યા છે, અને આજે ચોકીદારને એક સન્માનની રીતે જોવામાં આવી રહ્યું છે. ત્યારે આ બાબતે ETV Bharatએ કેટલાક ચોકીદારો જોડે ખાસ વાતચીત કરી હતી.

ETV Bharatનીચોકીદારો જોડે ખાસ વાતચીત

ABOUT THE AUTHOR

...view details