સુરત : જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે એક શ્રમજીવી પરિવારની ધોરણ 8માં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીરા આજથી સાત મહિના અગાઉ એક ભંગારના ગોડાઉન પર પોતાના જૂના પુસ્તકો જમાં કરવામાં ગઈ હતી. તે દરમિયાન ભંગારના ગોડાઉન પર હાજર હવસના ભૂખ્યા ભંગારી સગીરાને 10 રૂપિયા આપ્યા અને બીજા 10 રૂપિયા આપવાનું કહી ગોડાઉનની અંદર લઇ ગયો હતો. ગોડાઉનની અંદર ગયેલી સગીરાનો હવસખોર આધેડે હાથ ખેંચ્યો અને બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. સગીરાએ બુમાં બૂમ કરતા કરતા હવસખોર આધેડે સગીરાનું મો દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ઘરે કોઈને પણ ન જણાવ્યું કહ્યું. પછી અવાર નવાર સગીરાને ધમકીઓ આપી શારીરિક સંબંધ બાંધતો રહ્યો.
Surat Rape Case : સુરતમાં ભંગારના વેપારીએ સગીરાને બનાવી હવસનો શિકાર, આવી રીતે ફુટ્યો ભાંડો -
ઓલપાડ તાલુકાના કીમ ગામે એક હવસખોર આધેડે ધોરણ 8માં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીરા સાથે મરજી વિરૂદ્ધ અવાર નવાર શારીરિક સબંધ બાંધી સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા સગીરાને હોસ્પિટલ લઈ જવામાં આવી અને આધેડની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે હાલ આ આરોપીને ઝડપી લીધો હતો.
Published : Oct 8, 2023, 3:16 PM IST
આ રીતે ભાંડો ફુટ્યો : થોડા મહિના વિત્યા બાદ સગીરાને પેટમાં દુખાવો ઉપડતા શ્રમજીવી પરિવાર સગીરાને હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં હાજર તબીબે સગીરાને સાત મહિનાનો ગર્ભ હોવાનું જણાવતા સગીરાના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેઓએ કીમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે કીમ પોલીસે તપાસ કરતા સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી અવાર નવાર શારીરિક સંબંધ બાંધનાર આરોપીનું નામ નાથુંજી નંદાજી કુમાવત હોવાનું જાણવા મળતાં જ પોલીસે આ હવસખોર આધેડ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં જ આ હવસખોરને દબોચી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આરોપીને પકડી પાડવામાં આવ્યો : સુરત ગ્રામ્ય DYSP એચ. એલ. રાઠોડએ જણાવ્યું હતું કે, કીમ પોલીસ મથક ખાતે મળેલી ફરિયાદને લઈને કીમ પોલીસે ગુનાને ગંભીરતાથી લીધો હતો અને આરોપીને ગણતરીની કલાકોમાં જ દબોચી લીધો હતો. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.