સુરત : પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરનાર અરજદારોની ઘણી ફરિયાદો હોય છે. અરજીઓ મહિના સુધી પોલીસ સ્ટેશનમાં હોય છે, પરંતુ તેનો કોઈ નિકાલ નીકળતો નથી. આવી અરજીઓનો નીકાળ થાય અને અરજદારોને રાહત મળે આ હેતુથી સુરત શહેરમાં શહેર પોલીસ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેર પોલીસ 'તમારી સાથે તમારી માટે' બેનર હેઠળ આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું હતું. શહેરના ઝોન એક કે જે આ 15 જેટલા પોલીસ સ્ટેશન આવેલા છે. આ તમામ પોલીસ સ્ટેશનમાં ઘણા સમયથી પેન્ડિંગ અરજીઓના નિકાલ માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
Surat police station : સુરતના પોલીસ સ્ટેશનમાં પેન્ડીંગ અરજીઓના નિકાલ માટે કાર્યક્રમ યોજાયો - Surat police station
જે અરજીઓ મહિનાઓથી પોલીસ સ્ટેશનમાં પેન્ડિંગ હતી, તેને સુરત પોલીસે ખાસ 'તમારી સાથે તમારી માટે' બેનર હેઠળ શરૂ કરી અને માત્ર અઢી કલાકમાં 73 અરજીઓનો નિકાલ આ કાર્યક્રમ હેઠળ કર્યો હતો. આ ખાસ કાર્યક્રમ હેઠળ પોલીસે એક જ સ્થળે અરજદારોને સાંભળીને તમામ અરજીઓનો નિકાલ કર્યો હતો.

Published : Oct 8, 2023, 3:31 PM IST
શહેરના સેક્ટર એક વિસ્તારમાં જે ત્રણ ઝોન આવે છે. ઝોન 1 અંતર્ગત 15 પોલીસ સ્ટેશન આવતા હોય છે. આ પોલીસ સ્ટેશનમાં જે નાગરિકોની અરજીઓ પેન્ડિંગ હતી. આ તમામ અરજદારોને એક જ સ્થળે બોલાવવામાં આવ્યા હતા. કેટલાક કેસોમાં બંને પક્ષકારો હાજર રહ્યા હતા. બંને પક્ષોની વાતો સાંભળવામાં આવી હતી. કેટલાક લોકોએ વગર કોઈ દબાણ સમાધાન કરી લીધો છે. અન્ય અરજીઓમાં જે પોલીસ અધિકારનો ગુનો દેખાય છે તેમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ હેઠળ 100 જેટલા અરજદારો હાજર રહ્યા હતા, તેમાંથી 73 જેટલા કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. 27 અરજીઓમાં કાયદાકીય પ્રક્રિયા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ એક જ સ્થળે અધિકારીઓ હાજર રહે છે અને તમામ અધિકારીઓની ચર્ચા બાદ પ્રશ્નોના નિકાલ આવે છે. - પોલીસ કમિશનર અજય તોમર
લોકોને ઝડપી ન્યાય મળ્યો :આ કાર્યક્રમમાં હેઠળ ગણતરીની મિનિટોમાં પોલીસે 73 જેટલી અરજીઓ ચર્ચા વિચારણા બાદ નિકાલ કર્યો છે. આ કાર્યક્રમમાં ઝોન એક ના ડીસીપી, એસીપી સહિત 15 જેટલા પોલીસ મથકના હાજર રહ્યા હતા અને અઢી કલાક દરમિયાન 100 અરજદારોને સાંભળવામાં આવ્યા હતા. જેમાંથી 73 અરજીઓના નિકાલ તાત્કાલિક જ ત્યાં કાર્યક્રમ સ્થળ પર થયો હતો. સુરત શહેરના અઠવાગેટ સ્થિત કોમ્યુનિટી હોલમાં આ સેક્ટરની હદમાં આવનાર તમામ પોલીસો મથકોના અરજદારોની પેન્ડિંગ અરજીઓ ઉચ્ચ અધિકારીઓએ સાંભળી હતી અને તે અંગે ચર્ચા વિચારણા પણ કરી હતી.