- "મને મારા હાથ મળી ગયા" બે વર્ષ પહેલા વીજ કરંટ લાગવાને કારણે બંને હાથ-પગ કપાઈ ગયા હતા
- ધાર્મિક તેના હાથ થકી મારી સાથે જીવી રહ્યો છે, હું પણ તેમનો જ દીકરો છું
- 14 વર્ષના બાળકના હાથનું દાન કરવાની સૌપ્રથમ ઘટના
- 14 વર્ષના બાળકે કુલ છ વ્યક્તિઓને નવજીવન આપ્યું
સુરત : ઓક્ટોમ્બર મહિનામાં સુરતની કિરણ હોસ્પીટલમાં બ્રેઈનડેડ(braindead patient in gujarat) જાહેર કરાયેલા 14 વર્ષીય ધાર્મિક અજય કાકડિયાના નામના બાળકના બન્ને હાથોનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના(donate life surat gujarat) માધ્યમથી કરાવવામાં આવ્યું હતું. જે સમગ્ર દેશમાં સૌથી નાની ઉંમરના એટલે કે 14 વર્ષના બાળકના હાથનું દાન(Organ Donation in Gujarat) કરવાની સૌપ્રથમ ઘટના હતી. કાકડિયા પરિવારે પોતાના દીકરાના બંને હાથ સહીત હૃદય, ફેફસાં, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું.
દાન કરાયેલા ધાર્મિકના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ પુનાના રહેવાસી 32 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં ડૉ.નિલેશ સતભાયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ વ્યક્તિને બે વર્ષ પહેલા વીજ કરંટ લાગવાને કારણે તેના બંને હાથ-પગ કપાઈ ગયા હતા. તે પુનાની એક કંપનીમાં એકાઉન્ટંટ તરીકે ફરજ બજાવતો હતો. તેના પરિવારમાં પત્ની, 4 વર્ષનો પુત્ર અને 2 વર્ષની પુત્રી છે.
યુવાનને જાણે સર્વસ્વ પાછુ મળી ગયું
ડોનેટ લાઈફ સંસ્થાના(braindead patient organ donation) સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાળા અને ડોનેટ લાઈફની ટીમે મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં સુરતના અંગદાતા સ્વ.ધાર્મિક કાકડીયાના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ જે યુવાનમાં કરવામાં આવ્યું હતું. તે યુવાન અને તેના પરિવાર સાથે મુલાકાત લઈ તેને મળેલ નવજીવન અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી હતી. હાથના ટ્રાન્સપ્લાન્ટ પછી તે યુવાનને જાણે સર્વસ્વ પાછુ મળી ગયું હોય એવી તેની લાગણી હતી. હાથના ટ્રાન્સપ્લાન્ટ પહેલા નિ:સહાય, લાચાર, મજબુર અને જીવન જીવવા માટે હતાશ થયેલો યુવાન આજે જીવન જીવવા માટે ઉત્સાહિત હતો.
મારા પરિવાર પર બોજરૂપ હોઉ એમ અનુભવતો હતો
ટ્રાન્સપ્લાન્ટ પહેલા અને પછીના જીવન વિષે યુવાને જણાવ્યું હતું, કે ટ્રાન્સપ્લાન્ટ પહેલા લાચારી અને મજબુરીથી હું જીવન જીવી રહ્યો હતો અને મારા પરિવાર પર બોજરૂપ હોઉ એમ અનુભવતો હતો. જીવનમાં ખુબજ નિરાશા અને હતાશા હતી. બે વર્ષ પહેલા જયારે કરંટ લાગવાને કારણે મારા બંને હાથ પગ કપાઈ ગયા હતા. ત્યારે મારી દીકરી 12 દિવસની હતી. હું મારી વ્હાલી દીકરીને રમાડવા કે ખોળામાં લેવા માટે પણ અસમર્થ હતો.
ટ્રાન્સપ્લાન્ટ પછી એ સવાલ પૂરો થઇ ગયો