- સુરત વનવિભાગ દ્વારા વૃક્ષ પેન્સિલ તૈયાર કરવામાં આવી
- પેન્સિલ થકી બાળકોને પર્યાવરણ લક્ષી સંદેશ આપવાનો પ્રયાસ
- ભણતર સાથે પર્યાવરણ અંગે બાળકોને જાગૃત કરવાનો હેતુ
સુરત: સુરત વનવિભાગ દ્વારા બાળકો વૃક્ષો અંગે જાણકારી મેળવી શકે એ માટે વૃક્ષની પેન્સિલ બનાવવામાં આવી છે. સુરત વન વિભાગ દ્વારા બાળકો માટે આ ખાસ પેન્સિલ તૈયાર કરવામાં આવી છે. આ પેન્સિલ થકી બાળકોને વન્ય પ્રાણીઓ અને પર્યાવરણ વિશે સમજ આપવામાં આવી રહી છે. જોવામાં પેન્સિલ તો સામાન્ય પેન્સિલની જેમ છે. પરંતુ તેની અંદર એક ખાસિયત છે જે બાળકોને પર્યાવરણલક્ષી બનાવી દે છે. બાળકના ભણતરની માટે ઉપયોગી આ પેન્સિલ જ્યારે નાની થઈ જાય તો પેન્સિલના છેલ્લા ભાગમાં જે બીજ હોય છે. તેના થકી બાળકો છોડ વાવી શકે છે.
સુરત વનવિભાગે બાળકોને પર્યાવરણ વિશે સમજ આપવા વૃક્ષ દ્વારા તૈયાર કરી પેન્સિલ પેન્સિલ થકી બાળકોને પર્યાવરણ લક્ષી સંદેશ આપવાનો પ્રયાસસુરત વનવિભાગ દ્વારા જિલ્લા ખાતે આવેલા ગ્રામીણ અને આદિવાસી વિસ્તારમાં રહેતા બાળકોને પર્યાવરણ અને વનજન્ય પ્રાણીઓ તે સમજણ આપવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. નાના બાળકો આમ તો ભણતર માટે પેન્સિલનો વપરાશ કરતા હોય છે. આ પેન્સિલ થકી બાળકોને પર્યાવરણ લક્ષી સંદેશ આપવાનો પ્રયાસ વનવિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. ધ્યાનથી જોવા પર પેન્સિલના છેડે અલગ-અલગ પ્રકારનાં બીજ જોવા મળે છે. જ્યારે બાળક આ પેન્સિલને ભણવા માટે વાપરે અને પેન્સિલ ઘસાઇને બહુ નાની થઈ જાય એટલે તેને જમીનમાં કે કૂંડામાં દાટી દેવાની અને તેમાંથી બે-ત્રણ અઠવાડિયામાં છોડ કે ઝાડ ઊગી નીકળે છે. આ કાર્ય બાળકો સહેલાઇથી પોતે કરી શકે છે. જેથી ભણતરની સાથે પર્યાવરણ અંગેની જાણકારી તેમજ રુચિ બાળકોમાં આપો આપ આવી જાય છે.
ભણતર સાથે પર્યાવરણ અંગે બાળકોને જાગૃત કરવાનો હેતુ
સુરત વન વિભાગના ડીએફઓ પુનિત નેય્યરે જણાવ્યું હતું કે, આ ખાસ પેન્સિલ બાળકોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી છે. જોવામાં આમ તો આ સામાન્ય પેન્સિલની જેમ છે. પરંતુ આ બાળકોને પર્યાવરણ માટે જાગૃત કરે છે. ભણતર સાથે પર્યાવરણ અંગે બાળકોને જાગૃત કરવાના હેતુથી પેન્સિલ તૈયાર કરવામાં આવી છે. જે સુરતના ગ્રામ્ય વિસ્તાર અને આદિવાસી વિસ્તારમાં રહેતા બાળકોને છેલ્લા એક વર્ષથી આપવામાં આવે છે. જેથી તેઓ પોતાના નજીકના વિસ્તારમાં પેન્સિલમાં મુકવામાં આવેલા બીજ થકી એક વૃક્ષો વાવી શકે અને તેની કાળજી લઈ શકે.
પર્યાવરણ લક્ષી સંદેશો પણ લખવામાં આવ્યો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માત્ર પેન્સિલ આપીને બાળકોને વનવિભાગ જાગ્રત કરતું નથી, બાળક કેવી રીતે કાળજી લે છે તે અંગે પણ મોનિટરિંગ કરવામાં આવે છે. ટૂંક સમયમાં શહેરના બાળકોને પણ આ પેન્સિલ આપી જાગૃત કરવામાં આવશે. આ પેન્સિલ પર વન્ય જીવોની તસવીર પણ છે અને પર્યાવરણલક્ષી સંદેશો પણ લખવામાં આવ્યા છે. જેને બાળકો જોઇ અને વાંચીને પર્યાવરણ અંગે જાગૃત થઈ શકે. પેન્સિલ ટૂંકી થાય ત્યારે તેને જમીનમાં કે કૂંડામાં દાટી દેવાની અને તેમાંથી બે-ત્રણ અઠવાડિયામાં છોડ કે ઝાડ ઊગી નીકળે છે. આ પેન્સિલ અમે સુરત જિલ્લાની અલગ અલગ સરકારી શાળાઓમાં આપી છે.