ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં કન્ટેન્ટમેઇન જાહેર વિસ્તારમાં હવે પેરામેલેટરી ફોર્સ તૈનાત - BSF team also reached Surat

સુરત શહેરમાં કોરોના વાઇરસના કહેર દિવસેને દિવસે વધી રહ્યાં છે. પરિસ્થિતિ કાબૂમાં લેવા સ્પેશિયલ પ્લેન દ્વારા ઇન્ડિયન એરફોર્સના હરક્યુલસ ગ્લોબ માસ્ટર C-17ની બે કંપની અને BSFની ટુકડી સુરત આવી પહોંચી છે.

સુરતમાં કન્ટેન્ટમેઇન જાહેર કરાયેલા વિસ્તારમાં હવે પેરામેલેટરી ફોર્સ રહેશે તૈનાત
સુરતમાં કન્ટેન્ટમેઇન જાહેર કરાયેલા વિસ્તારમાં હવે પેરામેલેટરી ફોર્સ રહેશે તૈનાત

By

Published : May 6, 2020, 11:40 PM IST

સુરતઃ શહેરમાં કોરોના વાઇરસના કહેર દિવસેને દિવસે વધી રહ્યાં છે, તો બીજી તરફ સુરતમાં લોકો સતત લોકડાઉનનો ભંગ કરી રહ્યાં છે, ત્યારે સુરતમાં પરિસ્થિતિ કાબૂમાં લેવા સ્પેશિયલ પ્લેન દ્વારા ઇન્ડિયન એરફોર્સના હરક્યુલસ ગ્લોબ માસ્ટર C-17ની બે કંપની અને BSFની ટુકડી સુરત આવી પહોંચી છે.

સુરતમાં કન્ટેન્ટમેઇન જાહેર કરાયેલા વિસ્તારમાં હવે પેરામેલેટરી ફોર્સ રહેશે તૈનાત
સુરતમાં કોરોના વાઇરસના નોધપાત્ર કેસો સામે આવી રહ્યા છે. લોકોને સતત ઘરમાં રહેવા અને લોકડાઉનનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં સુરતમાં લોકડાઉનના ભંગના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા, ત્યારે સુરતમાં સ્પેશિયલ પ્લેનથી ઇન્ડિયન એરફોર્સની પેરા મિલટ્રીની હરક્યુલ્સ ગ્લોબ માસ્ટર C-17ની બે કંમ્પનીઓ સુરત આવી છે.
સુરતમાં કન્ટેન્ટમેઇન જાહેર કરાયેલા વિસ્તારમાં હવે પેરામેલેટરી ફોર્સ રહેશે તૈનાત

આ ઉપરાંત સુરતમાં BSFની ટુકડી પણ સુરત આવી પહોંચી છે. આ બંને ટીમ હવે સુરતમાં મોરચો સાંભળશે. સુરતમાં આ ટીમો કન્ટેન્ટમેઇન જાહેર કરાયેલા વિસ્તારમાં બંદોબસ્ત માટે ગોઠવવામાં આવશે. આ અંગે સુરતના પોલીસ કમિશ્નર આર. બી. બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે, સુરતમાં સ્પેશિયલ પ્લેનથી BSFની ટુકડી આવી છે. સુરતના કન્ટેન્ટમેન્ટ જાહેર કરેલા વિસ્તારોમાં ગોઠવામાં આવશે. શહેરની સ્થિતિ જોતા BSFની ટીમ બંદોબસ્ત માટે બોલવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details