ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનકૂવા ગામે 30 ફૂટ ઊંડા કૂવામાં દીપડો પડ્યો - જામનકૂવા

શિકારની શોધમાં ફરતા દીપડાને શિકાર તો ન મળ્યો પણ કૂવામાં ખાબકવું પડ્યું હતું. માંડવી તાલુકાના જામનકુવા ગામ તરફ શિકારની શોધમાં આવી ચડેલો દીપડો 30 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો હતો. જેને લઇને તેને જોવા માટે ગામલોકોના ટોળાં ઉમટી પડ્યાં હતાં. બાદમાં વનવિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યૂ કર્યું હતું.

જામનકૂવા ગામે 30 ફૂટ ઊંડા કૂવામાં દીપડો પડ્યો
જામનકૂવા ગામે 30 ફૂટ ઊંડા કૂવામાં દીપડો પડ્યો

By

Published : May 22, 2021, 6:49 PM IST

  • માંડવી તાલુકાના જામનકુવા ગામે શિકારની શોધમાં નીકળેલ દીપડો પડ્યો કૂવામાં
  • વનવિભાગની ટીમે કૂવામાં પાંજરું ઉતારી દીપડાને સહીસલામત બહાર કાઢ્યો
  • શિકારની શોધમાં દીપડો 30 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો
    વનવિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યૂ કર્યું



    સુરતઃ માંડવી તાલુકાના જામનકુવા ગામે શિકારની શોધમાં નીકળેલ દીપડો 30 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો હતો. ઘટનાની જાણ ગામલોકોને થતાં ઘટનાસ્થળે ગામલોકોના ટોળેટોળાં ઉમટ્યાં હતાં. ગામના સરપંચ દ્વારા ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવતા વનવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને દીપડાને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. વનવિભાગની ટીમે ફાયબરના પાંજરામાં દોરડું બાંધી પાંજરાને કૂવામાં ઉતાર્યું હતું અને દીપડાને પાંજરામાં પુરી સહીસલામત બહાર કાઢ્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા લવ જેહાદ સહિતના 8 વિધેયકોને રાજ્યપાલની મંજૂરી

ABOUT THE AUTHOR

...view details