સુરત: શહેરમાં દોઢ વર્ષના બાળકને ટેમ્પો ચાલકે અડફેટે લેતા મોત થવાની ઘટના સામે આવી છે. સચિન જીઆઈડીસી વિસ્તાર આવેલ તલમપુર રોડ પાસે શિવસાંઈ સોસાયટીમાં રહેતા 30 વર્ષીય વિરેન્દ્ર કુસવા તેમનો દોઢ વર્ષના બાળક જશવંત આજરોજ બહાર અન્ય અન્ય બાળમિત્રો જોડે રમી રહ્યો હતો.તે દરમિયાન જ ટેમ્પો ચાલકે બાળકને અડફેટે લઇ ફરાર થઇ ગયો હતો. અડફેટે લેતા કમરના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.જ્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈને આવતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.જે જાણી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.હાલ આ સમગ્ર મામલે સચિન જીઆઈડી સી પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુન્હોનોંધી આગળની તપાસ હાથધરી છે.
Surat Crime News: સુરતમાં દોઢ વર્ષના બાળકનું ટેમ્પો ચાલકે અડફેટે લેતા મોત - SURAT CRIME NEWS
સુરત શહેરમાં દોઢ વર્ષના બાળકને ટેમ્પો ચાલકે અડફેટે લેતા મોત થવાની ઘટના સામે આવી છે. સચિન જીઆઈડીસી વિસ્તાર બાળક ઘરની બહાર અન્ય અન્ય બાળમિત્રો જોડે રમી રહ્યો હતો.તે દરમિયાન જ ટેમ્પો ચાલકે બાળકને અડફેટે લઇ ફરાર થઇ ગયો હતો. હાલ આ સમગ્ર મામલે સચિન જીઆઈડીસી પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુન્હોનોંધી આગળની તપાસ હાથધરી છે.
![Surat Crime News: સુરતમાં દોઢ વર્ષના બાળકનું ટેમ્પો ચાલકે અડફેટે લેતા મોત Surat Crime News: સુરતમાં દોઢ વર્ષના બાળકનું ટેમ્પો ચાલકે અડફેટે લેતા મોત.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/1200-675-18750188-thumbnail-16x9-s-aspera.jpg)
આજે ત્યાં ઇન્ડિયન ગેસનો બાટલો ડીલવરી માટે આપવા આવેલા ટેમ્પો ચલાકે જશવંત અડફેટે લઇ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જેથી તેના કમરના ભાગે ગંભીર ઇજાઓ પોંહચતા છોકરાઓએ બુમાબુમ કરી નાખી હતી. માતા મુન્નાદેવીએ આ જોતા જ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ ગઈ હતી.જ્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈને આવતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈને આવતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો"-- ગંગાધર (જશવંતના મોટા પપ્પા)
બાળકોને અડફેટે લીધા: આ બાબતે સચિન જીઆઇડીસી પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના બપોરે 3 વાગ્યે બની હતી. મૃતક જશવંત જેઓ દોઢ વર્ષના હતા. તેઓ પોતાના મોટા ભાઈ નિખિલ અને અન્ય બાળ મિત્રો જોડે રમી રહ્યા હતા. ત્યારે જ ઇન્ડિયા ગેસના ટેમ્પો ચાલાક જેઓશિવસાંઈ સોસાયટીમાં જ કોઈના ઘરે ગેસનો બાટલો આપવા આવ્યા હતા. ત્યાંથી જતી વખતે ટેમ્પો ચાલકે ગલફત રીતે હાંકી બાળકોને અડફેટે લીધા હતા. જેમાં જશવંત ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રત થતા તેમની માતા દ્વારા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ જવા આવ્યો હતો.જ્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈને આવતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.