ગુજરાત

gujarat

ETV Bharat / state

નેવી કર્મચારી અને તેના મિત્રને નકલી પોલીસનો સામનો થયો, પોલીસે વધુ તપાસ હાથ ધરી - duplicate police

સુરતમાં નેવી કર્મચારી અને તેના મિત્રને નકલી પોલીસનો સામનો થયો. જ્યારે નેવી કર્મચારીએ પોલીસનો આઈકાર્ડ જોવા માંગ્યો તો નકલી પોલીસ તમાચો મારી નાસી ગયા હતા. નાસી ગયેલા નકલી પોલીસે બંને લોકોને માસ્ક કેમ પહેર્યું નથી, ચાલો પોલીસ સ્ટેશન, એવું કહ્યું હતું. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી નંબર પ્લેટના આધારે નકલી પોલીસને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

નેવી કર્મચારી અને તેના મિત્રને ડુપ્લીકેટ પોલીસનો સામનો થયો
નેવી કર્મચારી અને તેના મિત્રને ડુપ્લીકેટ પોલીસનો સામનો થયો

By

Published : Jan 7, 2021, 5:31 PM IST

  • નકલી પોલીસ બની માસ્કના નામે ઉઘરાવતો હતો દંડ
  • સુરતમાં નકલી પોલીસનો ત્રાસ
  • નેવીનાં કર્મચારીઓને પણ માર્યો લાફો

સુરત : અમરોલી જુના કોસાડ રોડ ખાતે રાત્રે મર્ચન્ટ નેવીમાં મરીન એન્જિનીયર તરીકે નોકરી કરતા સની પ્રકાશ પ્રજાપતિ અને તેના મિત્ર કૃણાલ ગિરીશ પ્રજાપતિ વોકિંગમાં નીકળ્યા હતા. નેવી કર્મચારી અને તેના મિત્રને બાઈક પર આવેલા બે લોકોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને માસ્ક તેના નાકથી નીચેના ભાગે હોવાથી માસ્ક કેમ પહેર્યું નથી ચાલો પોલીસ સ્ટેશન કહી કોલર પકડી તેમની બાઈક પર બેસવા માટે કહ્યું હતું. બાદમાં નેવી કર્મચારીઓએ પોલીસનો આઈકાર્ડ માંગતા તેમને લાફો મારી ભાગી ગયા હતા.

પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી

કૃણાલે પોતે નેવીમાં નોકરી કરતો હોવાની ઓળખાણ આપતા નકલી પોલીસે તેને લાફો માર્યો હતો. સમગ્ર ઘટના અંગે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બાઈકની નંબર પ્લેટના આધારે તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details