સુરત: સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં 28 વર્ષીય રહીમ શેખ નામના ઇસમની હત્યા કરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રહીમ શેખ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતો, જોકે તે હોસ્પિટલ પહોંચે અને સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યું નીપજ્યું હતું. રહીમની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ સમગ્ર મામલે લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Surat Crime: સુરતમાં બે માથાભારે શખ્સો વચ્ચે બોલાચાલી બાદ કરપીણ હત્યા - સુરતમાં હત્યાની ઘટના
સુરત : શહેરના લિંબાયત વિસ્તાર ખાતે બે માથા ભારે શખ્સો વચ્ચે થયેલા વિવાદ બાદ એકની હત્યા કરવામાં આવી છે. બંને માથાભારે શખ્સો શહેરના લિંબાયત વિસ્તારમાં ગુનાહિત પ્રવૃતિ સાથે જોડાયેલા હતા. જેમાંથી મહેબૂબ નામના શખ્સને શંકા હતી કે રહીમ પોલીસને તેની ગતિવિધિ અંગે બાતમી આપતો હતો. આ શંકાના આધારે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને વિવાદ વધતા મહેબુબે રહીમ ઉપર હુમલો કરી દીધો હતો જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.
Published : Oct 17, 2023, 5:13 PM IST
શું હતો મામલો: આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વઘુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક રહીમ પોતાના અન્ય મિત્રો સાથે રાત્રી દરમિયાન બેઠો હતો તે દરમિયાન આરોપી મહેબૂબ ત્યાં આવી પહોંચ્યો હતો અને બંને વચ્ચે બોલા ચાલી થઈ હતી. મહેબૂબને શંકા હતી કે, રહીમ તેની બાતમી પોલીસને આપે છે. આ બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી અને મામલો બિચકતા મહેબૂબે રહીમ અને તેના મિત્રો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં રહીમનું મોત નીપજ્યું હતું. જ્યારે સોહિલ નામના અન્ય એક શખ્સ પણ ઈજાગ્રસ્ત થયો છે હાલ તો પોલીસે આરોપીને ઝડપવા માટેની તજવીજ હાથ ધરાઈ છે.
બંને માથાભારે શખ્સો: મૃતક રહીમ અને મહેબૂબ બંને લિંબાયત વિસ્તારમાં માથાભારે શખ્સોની છાપ ધરાવે છે. અને બંને અનેક ગુનાકીય ગતિવિધિમાં પણ સામેલ હોવાનું જણાયું છે. મહેબૂબને રહિમ પર શંકા હતી કે, તે પોલીસને તેના વિશે બાતમી આપે છે. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતીને આ બબાલમાં મહેબૂબે રહીમ પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝિંકી દીધા હતા મહેબૂબે રહિમ સહિત તેના અન્ય મિત્રો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં રહીમનું મોત નીપજ્યું હતું.