- વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે ઘર આંગણે રમતી બાળકી ગુમ
- અઢી વર્ષની બાળકી રહસ્યમય રીતે ગુમ
- પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી
સુરત: શહેરના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં અઢી વર્ષની બાળકી ગુમ (Missing girl) થઈ ગઈ છે. આ બાળકીને શોધવા માટે પાંડેસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ કામે લાગી ગયો હતો. આ વાતની જાણકારી ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતાં ઉચ્ચ અધિકારીઓ DCB, PCB સહિતની ટિમો બાળકીને શોધવામાં વાગ્યા છે પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારની ભાળ મળી આવી નથી. કુલ 100થી વધુ પોલીસ કર્મીઓના બાળકીને શોધવામાં લાગ્યા છે. તો અમુક ટેક્નિકલ ટીમો દ્વારા ઘરના આજુબાજુ વિસ્તારમાં આવેલા CCTV કેમેરામાં પણ તપાસ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસ કર્મચારીઓ માટે સારા સમાચાર, રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા 8,638 મકાનો થઇ રહ્યા છે તૈયાર