- સુરત અને ભરૂચ જિલ્લાનાના ખેડૂતો અન્ય જિલ્લા માફક ખરીદી કરવાની કરી માંગ
- કપાસની ખરીદીમાં ભાવ ન મળતા ખેડૂતો દ્વારા મુખ્યમંત્રીને લખ્યો પત્ર
- સીસીઆઇ- ભારત કપાસ નિગમ દ્વારા ખરીદી કરવાની માંગ
સુરતઃ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દરીયા કાંઠા વિસ્તારના ગામો, ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ગામો અને સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામોમાં ખેડૂતો દ્વારા વિપુલ પ્રમાણમાં કપાસની ખેતી કરવામાં આવે છે. આ વિસ્તારના ખેડૂતો સહકાર કોટન મંડળીમાં પુલીંગ પદ્ધતિથી કપાસ આપતા હોય છે. ખેડૂતોને cci ની ખરીદી ન થતી હોવાથી પૂરતા ભાવ મળતા નથી. જેથી મુખ્યપ્રધાનને પત્ર લખીને CCI ભારત કપાસ નિગમ દ્વારા ખરીદી કરવાની માંગ સાથેનો પત્ર લખવામાં આવ્યો છે.
ખેડૂતોને નુકસાન
ગત વર્ષે કપાસના કવિન્ટલના ટેકાના ભાવ 5252 હતા, ત્યારે ઓલપાડ તાલુકાની પુરૂષોતમ ફાર્મસ સહકારી જીનીંગ મીલ દ્વારા પ્રતિ કવીન્ટલના 4300 ચુકવ્યા હતા. જેનાથી આ વિસ્તારના ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવું પડે છે. જેથી ખેડૂતો દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખીને CCI- ભારત કપાસ નિગમ દ્વારા ખરીદી કરવાની માંગ કરવામાં આવી છે.
આ વર્ષે પણ ટેકાનો ભાવ પ્રતિ કવિન્ટલનો સારો છે. cci મારફત અન્ય જિલ્લામાં ખરીદી ચાલે છે તો આજ રીતે સુરત જિલ્લામાં કપાસ ખરીદ કેન્દ્ર આ વિસ્તારની પુરૂષોતમ ફાર્મસ સહકારી જીનીંગ મીલમાં તમામ આધુનિક ચરખા હોય તેમને કપાસ ખરીદ કેન્દ્ર ફાળવી ટેકાના ભાવથી ખરીદી શરૂ કરાવી આ વિસ્તારના ખેડૂતોને આર્થિક પાયમાલીમાંથી બચાવી તાકીદે ભારતીય કપાસ નિગમનું કેન્દ્ર ફાળવવા વિનંતી પત્રમાં કરવામાં આવી છે.
કપાસની ખેતીમાં ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા મુખ્યપ્રધાનને લખ્યો પત્ર - કપાસ ભાવ
ખેડૂતોને કપાસમાં CCI ની ખરીદી ન થતી હોવાથી પૂરતા ભાવ મળતા નથી. જેથી મુખ્યપ્રધાનને પત્ર લખીને CCI- ભારત કપાસ નિગમ દ્વારા ખરીદી કરવાની માંગ સાથેનો પત્ર લખવામાં આવ્યો છે.
xcz