સુરત: માંડવી તાલુકાના ખંજરોલી ગામની સીમમાં આવેલ એક ક્વોરીમાં કામ કરી રહેલ 19 વર્ષીય યુવક પર 30 ફૂટની ઊંચાઈથી પથ્થર પડતા યુવકને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. ઇજાના કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ પગલે માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગંભીર ઈજાઓના કારણે યુવકનું મોત:સુરત જિલ્લાના માંડવી તાલુકામાં બહોળી સંખ્યામાં ક્વોરીઓ આવેલી છે. આ ક્વોરીમાં કામ કરવા માટે રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી શ્રમજીવીઓ આવતા હોય છે. પરિવારને આર્થિક મદદ કરવા વતન છોડી રોજગારી માટે ગુજરાત આવેલ 19 વર્ષીય યુવ ભુરામલ લાલભાઈ એરલાલ એક ક્વોરીમા ડ્રિલિંગ અને સાફ સફાઈનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન 30 ફૂટની ઊંચાઈથી પડ્યો હતો અને કપાળના ભાગે, આંખના ભાગે, હાથના ભાગે તેમજ પગના ઢીચણના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.