- યુવાનને કાનના નીચે 300 ગ્રામની ગાંઠ થઈ હતી
- સિવિલ હોસ્પિટલના તબીબોએ 300 ગ્રામની ગાંઠ કાઢી
- ડૉક્ટરોએ એક પણ કોમ્પ્લીકેશન વગર ડાબા કાન પરની ગાંઠ કાઢી
સુરત: નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ એક યુવાનના કાન પાસેથી 300 ગ્રામની ગાંઠ કાઢી નિઃશુલ્ક સફળ સર્જરી કરી હતી. યુવકને 4 વર્ષ પહેલાં તેના ડાબા કાન પાસે થેયેલી ગાંઠ ધીરે ધીરે વધી જતાં યુવકને ખાવામાં ભારે તકલીફો પડતી હતી. જેને સર્જરી બાદ ભારે રાહત મળી છે.
આ પણ વાંચો:સુરતમાં પ્રદૂષણના નિયમોનો ભંગ કરનારી કંપનીઓને GPCBની ક્લોઝર નોટિસ
પાંચ કલાકનું સફળ ઑપરેશન
સુરત શહેરમાં ભટાર ખાતે આવેલ ટેનામેન્ટમાં રહેતો મૂળ બિહારનો વતની રાજેશ ભદ્રેશ સહાની મજૂરી કામ કરે છે. રાજેશને 4 વર્ષ પહેલાં ડાબા કાન પાસે થયેલી ગાંઠ ધીરે ધીરે વધીને 300 ગ્રામ થઈ ગઈ હતી. આ ગાંઠ 10 સે.મી લાંબી અને 10 સે.મી પહોળી હતી. રાજેશને ખાવામાં અને કાનમાં ઈયરફોન નાખવામાં ભારે મુશ્કેલીઓ પડતી હતી. આથી, રાજેશ ગાંઠની સારવાર માટે 10 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. ત્યારબાદ, ડૉ.આનંદ ચૌધરી, ડૉ. ભાવિક પટેલ અને ડૉ. રાહુલ પટેલે રાજેશનુ માઈક્રોસ્કોપ દ્વારા પાંચ કલાકના ઓપરેશન બાદ એક પણ કોમ્પ્લીકેશન વગર ડાબા કાન પરની ગાંઠ કાઢી નાખી હતી.
આ પણ વાંચો:સુરતમાંથી 20 વર્ષ પહેલાં સિમિના કાર્યકરો ઝડપવાના કેસમાં તમામ આરોપી નિર્દોષ જાહેર
નિઃશુલ્ક ઓપરેશન કરી ગાંઠ કાઢી
રાજેશ મજૂરી કામ કરે છે ખાનગી હોસ્પિટલમાં આ સર્જરીનો ખર્ચ 50 હજારથી 1 લાખ સુધીનો હોય છે. રાજેશ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકે તેમ નહતું. જેથી, રાજેશ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં સિવિલ હોસ્પિટલના તબીબોએ રાજેશના કાન પાસે થયેલી 300 ગ્રામની ગાંઠની નિઃશુલ્ક સફળ સર્જરી કરી હતી.