બારડોલી: બારડોલીમાં એમ.એન.પાર્ક સોસાયટી નજીક ઈલેક્ટ્રોનિકસ ઉપકરણો ગોડાઉનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ બારડોલી ફાયર બ્રિગેડને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગમાં ફ્રીજ, ટી.વી, એ.સી તેમજ અન્ય સામાન બળીને ખાખ થઈ જતાં મોટું નુકસાન થયું છે.
બારડોલીમાં ઇલેક્ટ્રોનિક્સના ગોડાઉનમાં લાગી આગ, નવા ઉપકરણો બળીને ખાખ મળતી માહિતી અનુસાર બારડોલીની એમ.એન.પાર્ક સોસાયટી નજીક સરજુ ઈલેક્ટ્રોનિકસના ગોડાઉનમાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી. આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોત જોતામાં લાગેલી આગ આખા ગોડાઉનમાં પ્રસરી ગઈ હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
બારડોલીમાં ઇલેક્ટ્રોનિક્સના ગોડાઉનમાં લાગી આગ, નવા ઉપકરણો બળીને ખાખ ટી.વી, ફ્રીઝ, એ.સી સહિત અન્ય ઉપકરણો ભરેલ ગોડાઉનમાં લાગેલ આગની જાણ બારડોલી ફાયર ઓફિસર પી.બી.ગઢવી સહિત ચીફ ફાયરમેન હર્ષિત પટેલને થતા તેઓ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. અંદાજે અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી કુલિંગ પ્રક્રિયા શરૂ કરી હતી.
બારડોલીમાં ઇલેક્ટ્રોનિક્સના ગોડાઉનમાં લાગી આગ, નવા ઉપકરણો બળીને ખાખ ગોડાઉનના માલીક કાંતિભાઈ પટેલના જણાવ્યા મુજબ શોર્ટ સર્કિટના કારણે ગોડાઉનમાં આગ લાગી હતી. જો કે, આગમાં કેટલાનું નુકસાન થયું તે હજુ સુધી જાણી શકાયું નથી. આ આગમાં ઈલેક્ટ્રોનિકસ સામાન બળીને ખાખ થતા મોટું નુકશાન થયું હોવાનો અંદાજ સેવાઇ રહ્યો છે.