- ઇશ્વર કૃપા ચાર રસ્તા પાસે ગાડીમાં આગ
- ગાડીના એન્જીન બોનેટમાંથી 62 દારુની બોટલો મળી
- ગાડીનો નંબર ખોટો આવ્યો
સુરત : સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ઈશ્વરકૃપા ત્રણ રસ્તે આહીર સમાજની વાડી પાસે અચાનક એક ગાડીમાં આગ લાગી ગઈ હતી. આગ લાગવાની સાથે જ સ્થાનિકોએ ફાયરને જાણ કરતા ફાયર વિભાગની 1 ગાડી ત્યાં આવીને આગને કાબુમાં લઇ લીધી હતી. આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઇ નથી.
બોનેટ અને એન્જીમાંથી દારૂની બોટલ મળી
ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લીધા બાદ ગાડીમાં કઈ રીતે આગ લાગી તેની સમીક્ષા કરવા જતા ફાયર વિભાગને ગાડીના એન્જિન અને બોનેટ ઉપર બળેલી દારૂની બોટલો જોવા મળી આવી. ફાયર વિભાગે 62 દારૂની બોટલમાંથી 5 દારૂની બોટલો બળીને ખાખ થઈ ગઈ.
ફાયર વિભાગે પોલીસને કરી જાણ
ફાયર વિભાગ દ્વારા આગ બુજાવ્યા બાદ આગ કઈ રીતે લાગી તેની સમીક્ષા કરવા માટે જ્યારે ગાડીને ચેક કરવામાં આવી ત્યારે, ફાયર વિભાગને ગાડીમાં દારૂની બોટલ જોવા મળી હતી. આ જોતાની સાથે જ ફાયર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. વરાછા પોલીસે ત્યાં આવીને જોયું કે ગાડીમાં 62 દારૂની બોટલો છે અને 5 બોટલો બળીને ખાખ થઇ ગઇ છે. પોલીસે ગાડી રોનેટની કવીડકાર નંબર GJ5-RC-1685 નંબરની ગાડીના માલિકની શોધ ખોળ કરી પણ કોઈ મળી આવ્યું નથી. પોલીસે ગાડીના નંબર ચેક કરતા ગાડી નંબર ખોટો આવ્યો હતો. વરાછા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.