પી.બી ગઢવી, સુરત જિલ્લા ફાયર ઓફિસર સુરત: જિલ્લામાં વધુ એક કંપનીમાં આગની ઘટના બની છે. માંડવી તાલુકાના હરીયાલ GIDC માં યાર્ન બનાવતી ચોકસી ટેકશોલી નામની કંપનીમાં મોડી સાંજે આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. કંપનીમાં રહેલ યાર્નનો જથ્થો આગની લપેટમાં આવી ગયો હતો.
કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી 'ઘટનાની જાણ થતા જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એક પછી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.આગ વિકરાળ હોવાના કારણે આજુબાજુમાં રહેતા લોકોને દૂર મોકલી આપવામાં આવ્યા હતા. આગની ઘટનામાં ત્રણથી ચાર લોકોને સામાન્ય ઈજાઓ પણ થઈ છે.' -પી.બી ગઢવી, સુરત જિલ્લા ફાયર ઓફિસર
માંડવી પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો
ગત મહિને સોસાયટીના પાર્કિગમાં આગ લાગી હતી:અન્ય બનાવની વાત કરીએ તો ગત મહિને સિંગણપોર ખાતે કથેરીયા હનુમાનજીના મંદિર પાસે એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં રહસ્ય સંજોગોમાં આગ ભડકી ઉઠી હતી. જોકે આગને લીધે ત્યાં 50 જેટલા મીટર તથા એક ઇલેક્ટ્રીક મોપેડ અને ત્રણ મોપેડ લપેટમાં આવતા સળગવા લાગ્યા હતા. જેથી ત્યાં ભારે ભાગદોડ અને અફડાતફડી મચી જવા પામી હતી.
આગ પર કાબુ:આ અંગે જાણ થતા એપાર્ટમેન્ટના કેટલાક રહીશો અને ફાયર કાફલો ત્યાં દોડી આવ્યા હતા અને પાર્કિંગમાં સળગી રહેલા વાહનોની આજુબાજુ પાર્ક કરેલા 20 થી 25 ટુ વ્હીલ બહાર લઈ જઈએ બચાવી લીધા હતા. આવી ગયા હતા. જોકે આગને ફેલાવા દીધી ન હતી અને આગ પર 10 થી 15 મિનિટમાં કાબુ મેળવ્યો હતો.
- Ahmedabad Fire: અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલ અવધ આર્કેડમાં લાગી આગ
- Ahmedabad News: અમદાવાદના સરખેજમાં મકાનમાં ગેસ ગીઝરમાં આગ લાગતાં સાત લોકો દાઝ્યા
- Fire In Delhi AIIMS: AIIMSના ઈમરજન્સી વિભાગમાં ભીષણ આગ લાગી, 6 ફાયર એન્જિન હાજર