- સુરત ગ્રામ્ય SOG Teamને મહિલા પ્રવાસી ગાંજો લઇ જતી હોવાની બાતમી મળી
- સુરત પોલીસે બસનો પીછો કરીને બસની તપાસ કરી
- બસમાં રહેલી મહિલા પ્રવાસીના થેલામાંથી 70 હજારનો ગાંજો જપ્ત કર્યો
સુરત :ગ્રામ્ય SOG Teamના માણસોને ચોક્કસ બાતમી મળી હતી કે, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે 48 પર પસાર થઈ રહેલી સરકાર બસમાં એક મહિલા પ્રવાસી ગાંજોનો જથ્થો લઈને બેઠી છે. જે ચોક્કસ બાતમીની આધારે સુરત પોલીસે બસનો પીછો કર્યો હતો અને પીપોદ્રા નજીક બસને ઉભી રાખીને બસમાં રહેલી મહિલા પ્રવાસીના થેલાની તપાસ કરી હતી.