સુરતમાં કોરોના વોરિયર મહિલા હેડ નર્સનું કોરોનાથી મોત, નવી સિવિલમાં સારવાર પર હતાં - news in surat
સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા હેડ નર્સનું કોરોનાથી મોત થયું છે. તેઓની સારવાર છેલ્લાં 12 દિવસથી ચાલી રહી હતી.
નવી સિવિલ હોસ્પિટલ
સુરત: 12 દિવસથી સિવિલ હોસ્પિટલના MICUમાં દાખલ 57 વર્ષીય રશ્મિતા પટેલનું કોરોનાએ ભોગ લીધો છે. સુરતના નર્સિંગ કમ્પાઉન્ડમાં રહી દર્દીઓની સેવા કરનાર રશ્મિતા પટેલને શરદી, ખાંસી, તાવ અને શરીરના દુઃખાવાને લઈ દાખલ કરવામાં આવ્યાં હતાં.