સુરત:વરાછામાં હીરાના કારખાને નોકરીએ લાગ્યાના પાંચમા જ દિવસે ત્યાંથી રહસ્યમય રીતે જતી રહેલી તરુણીને તેના પિતા સાથે રેતીની ટૂક ભાગીદારમાં ચલાવનાર બે સંતાનોના પિતા સાથેનો પ્રેમસંબંધ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. આરોપીની વરાછા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શું હતો સમગ્ર કેસ:વરાછા વિસ્તારમાં રહેતા અને ભાગીદારમાં રેતીની ટૂક ચલાવતા 33 વર્ષીય યુવાનની 15 વર્ષીય પુત્રી વરાછામાં આવેલા એક હીરાના કારખાનામાં નોકરીએ લાગ્યાના પાંચમા દિવસે જ બપોરે ત્યાંથી બાથરૂમ જવાના બહાને બહાર નીકળ્યા બાદ ગુમ થઇ ગઈ હતી. પુત્રીને શોધીને થાકેલા પિતાએ રવિવારે બપોરે પોલીસ મથકે તેના અપહરણને લઇ ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસે મામલાની ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી. જોકે તેનું લોકેશન નર્મદાથી સુરત તરફ આવી રહ્યું હોય તેવું જણાઇ આવતાં તે કોઇ વાહનમાં આવતી હોવાની શંકાથી સોમવારે કામરેજ પાસે વોચ ગોઠવી હતી. બસમાંથી આ તરુણી એક મહિલા સાથે ઊતરી હતી.
સાળી હોવાનું કહી સોંપી હતી સગીરા:તરુણી સાથેની યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે આ તરુણીને વરાછા શ્વેતરાજ સોસાયટીમાં રહેતા અને રેતીની ટ્રક ચલાવતા 32 વર્ષીય મૂકેશ કરશન ગોહિલે તેને બે દિવસ પહેલાં વરાછા વિસ્તારમાં ખરીદી કરવા આવી ત્યારે તરુણી પોતાની સાળી હોવાનું જણાવી થોડાક દિવસ સાથે લઇ જવાનું કહી સોંપી હતી. જોકે નર્મદા ઘરે ગયા બાદ તરુણીની પૂછપરછમાં તે મુકેશની પ્રેમિકા હોવાનું જાણતાં સુરત પોલીસને સોંપવાના ઇરાદે લઇ આવી હતી.
મુકેશ આ તરુણીના પિતા સાથે જ ભાગીદારીમાં ટ્રક ચલાવતો હોવાનું અને બે સંતાનોનો પિતા હતો. પહેલાં મુકેશ આ તરુણીની પાડોશમાં જ રહેતો હતો ત્યારથી બંને વચ્ચે પ્રણય પાંગર્યો હતો. તરુણીનું શારીરિક શોષણ પણ કર્યાનું બહાર આવતાં પોલીસે અપહરણની સાથે બળાત્કાર અને પોક્સોની કલમ ઉમેરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. - પી. કે. પટેલ, ઇન્સ્પેક્ટર, વરાછા
- Girl Molestation: સંખેડામાં પિકઅપ વાનમાં વિદ્યાર્થીનીઓની છેડતી, 6 વિદ્યાર્થીનીઓ ગાડીમાંથી કૂદી પડી
- Fake Police : લ્યો નવા વર્ષે નકલી પોલીસ રેડ ! વડોદરામાં બોગસ પોલીસ બની રેડ પાડતા ત્રણ ઈસમો ઝડપાયા