ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત મનપા દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ડ્રાય રનનું આયોજન - news in surat

કોરોના વાઇરસના સંક્રમણને નાથવા માટે દેશમાં વેક્સિનેશન અભિયાનની શરૂઆત થનાર છે. આ અગે દેશમાં વેક્સિનેશનને લઈને ડ્રાય રન રાખવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતીઓને કેવી રીતે વેક્સિનનો લાભ મળી શકે એ માટે તમામ તકેદારીની સાથે ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું.

મનપા દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ડ્રાય રનનું આયોજન
મનપા દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ડ્રાય રનનું આયોજન

By

Published : Jan 8, 2021, 4:27 PM IST

Updated : Jan 8, 2021, 4:57 PM IST

  • સુરતમાં વેક્સિનેશનને લઈને ડ્રાય રન રાખવામાં આવ્યું
  • તમામ તકેદારીની સાથે ડ્રાય રનનું આયોજન
  • 500 થી વધુ આરોગ્ય કેન્દ્રો ઉપર તૈયારીઓ

સુરત : કોરોના વાઇરસના સંક્રમણને નાથવા માટે દેશમાં વેક્સિનેશન અભિયાનની શરૂઆત થનાર છે. આ અગે દેશમાં વેક્સિનેશનને લઈને ડ્રાય રન રાખવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતીઓને કેવી રીતે વેક્સિનનો લાભ મળી શકે એ માટે તમામ તકેદારીની સાથે ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત મનપા દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ડ્રાય રનનું આયોજન

સ્મીમેર હોસ્પિટલમાં ડ્રાય રનનું આયોજન

આજે દેશભરમાં વેક્સિનેશનને લઇ ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતની વાત કરવામાં આવે તો સુરતના મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આ ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ તૈયારીઓ પાલિકા દ્વારા કરવામાં આવી હતી. વેક્સિનેશન આવે ત્યારથી લઇને વેક્સિનેશન શહેરીજનોને કેવી રીતે લાગશે આ અંગે ડ્રાય રન યોજાયું હતું

આડ અસર માટે જરૂરિયાતના ઇન્જેક્શન અને દવાઓ આરોગ્ય કેન્દ્ર ઉપર ઉપલબ્ધ

સુરત મહાનગરપાલિકા એક માત્ર એવી મહાનગરપાલિકા છે જે વોકીટોકીથી સમગ્ર વેક્સિનેશન પ્રોગ્રામ ઉપર મોનિટરિંગ કરશે. આ અંગે સુરત આરોગ્ય વિભાગના અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું કે, વેક્સિનેશન લગાડવા માટે સુરત મહાનગરપાલિકાએ 500 થી વધુ આરોગ્ય કેન્દ્રો ઉપર તૈયારીઓ કરી છે. ત્રણ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે .જેમાં રજીસ્ટ્રેશન, એડમિનિસ્ટ્રેશન અને વેક્સિનેશનની સુવિધા કરવામાં આવી છે. જો વેક્સિનેશનની આડઅસર થાય તો તેના માટે પણ જરૂરિયાતના ઇન્જેક્શન અને દવાઓ આરોગ્ય કેન્દ્ર ઉપર ઉપલબ્ધ કરાઈ છે. તે લગાવ્યા બાદ લોકોને દસ મિનિટ સુધી ત્યાં આરોગ્ય કેન્દ્ર ઉપર રહેવું પડશે. જેથી ઈન્જેક્શનની અસર કેવી છે તે અંગેનું પણ મોનિટરિંગ થઈ શકે.

Last Updated : Jan 8, 2021, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details