ગુજરાત

gujarat

ETV Bharat / state

એક ડૉક્ટરે બનાવ્યું મહિલાની મનોસ્થિતિ દર્શાવતું પેન્ટિંગ, લોકોમાં આકર્ષણનું કેન્દ્ર

સુરત: દરેક મહિલાઓના જીવનમાં એક સમય એવો આવે જ છે, જ્યારે તેમણે લગ્ન અને કરિયરની વચ્ચે એકની પસંદગી કરવી પડે છે. પોતાના ઘર, માતા-પિતા, ભાઇ-બહેનની સાથે પોતાના કરિયરને પણ લગ્ન માટે છોડવું પડે છે, ત્યારે વલસાડના હોમીયોપેથી ડોક્ટર દ્વારા લગ્ન અને કરિયર વચ્ચે જૂજતી, પોતાના સપનાની કુરબાની આપતી મહિલાનું એક એવું પેન્ટિંગ બનાવામાં આવ્યું છે. જે ધ્યાન કેન્દ્રિત કરે એવી છે. પેન્ટિંગનું નામ પણ તેમણે "કિલિંગ હર ડ્રિમ" આપ્યું છે કે, જેનાથી લોકોની માનસિકતાને બદલી શકાય.

By

Published : Jan 18, 2020, 3:34 PM IST

surat
સુરત

વનિતા વિશ્રમ આર્ટ ગેલેરીમાં ક્રિએટિવ આર્ટ એન્ડ ફ્રેમિંગ દ્વારા આર્ટ શો-2020નું અયોજન કરવામાં આવ્યું છે. જેમાં 78 આર્ટિસ્ટ દ્વારા લગભગ 150 જેટલી પેન્ટિંગસ ડિસ્પ્લે કરવામાં આવી હતી. જેમાં વલસાડના 31 વર્ષીય હોમીયોપેથીક ડોકટર ચિકિતા પટેલે "કિલિંગ હર ડ્રિમ" નામનું એક પેન્ટિંગ બનાવ્યું છે જેણે લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ પેન્ટિંગમાં તેમણે એક છોકરી કે મહિલાની એ મનોસ્થિતિ દર્શાવી છે. જેમાં તે તેના પરિવારની ખુશી માટે તેના પાયલોટ બનવાના કરિયરનો ભોગ આપી રહી છે. હજી પણ મોટેભાગે એવું બનતું હોય છે કે, લગ્ન પહેલા કે પછી દરેક મહિલાના જીવનમાં એક સમય એવો તો આવે જ છે જ્યારે તેણે તેના કરિયરનો ભોગ આપવો પડે છે.

એક ડૉક્ટરે બનાવ્યું મહિલાની મનોસ્થિતિ દર્શાવતી પેન્ટિંગ લોકોમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર

આજના જમાનામાં લગ્ન પછી પણ મહિલાઓ કામ કરે તો છે, પરંતુ એ સંખ્યા હજી પણ ઓછી જ છે એ માનસિકતાને ધ્યાનમાં રાખીને ચિકિતા દ્વારા આ પેન્ટિંગ બનાવામાં આવ્યું છે. જેથી લોકો આ પેન્ટિંગ જોઈને પ્રેરણા મેળવે કે બલિદાન મહિલા આપી તો દે છે અને તે ચહેરાથી ખુશ રહેવાનું પ્રતીત પણ કરી લે છે, પરંતુ તેની આંખમાં એ ખુશી દેખાતી નથી પોતાના ઘર, માતા-પિતા, ભાઇ-બહેનની સાથે પોતાના કરિયરને પણ લગ્ન માટે છોડી દે છે. એક મહિલાની આજ સ્થિતિ ચિકિતા દ્વારા દર્શાવવામાં આવી છે જેને યુવા વર્ગની સાથે આધેડ વયના લોકો પણ ખાસ પસંદ કરી રહ્યા છે.

ડો.ચિકિતા પટેલે જણાવ્યું હતું કે, એકવીસમી સદીમાં પણ ઘણી મહિલાઓની હાલત આજે પણ આજ છે. પરિવાર, બાળકો, ફરજ વગેરેને માત્ર તેમની જ જવાબદારી બનાવી દેવામાં આવે છે, પરંતુ મેં આ પેન્ટિંગ એટલા માટે બનાવી છે કે, લોકો આ વાતને સમજે કે તેમને પણ એમના સપના પુરા કરવાનો એવો મોકો મળવો જોઈએ જેમાં માત્ર એના નામે જ બલિદાન ન હોય.

ABOUT THE AUTHOR

...view details