સુરત:બારડોલી ખાતે આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા સૌરભ પરાસર 20 લાખ રૂપિયા લે તે પહેલા ચોરીની ઘટના બની અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાની તપાસમાં હવાલા કોભાંડ બહાર આવ્યું છે. બારડોલી કેસમાં એક બાદ એક નવો વર્ણાક આવી રહ્યો છે. સમગ્ર મામલે આવકવેરા દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ત્યારે જાણવા મળ્યું છે કે, 9 કરોડ રૂપિયા ટુકડે ટુકડે દિલ્હી થી રાજકીય પક્ષ દ્વારા મોકલવામાં આવ્યા હતા. જેની 108 એન્ટ્રી અમદાવાદના આંગડિયા પેઢીમાં નોંધાઇ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ રાજકીય પક્ષ આમ આદમી પાર્ટી છે.
આપના કાર્યકરના કાળા કારનામાં: દિલ્હીથી અમદાવાદની આંગડિયા પેઢીને 108 વખત 9 કરોડ રૂપિયા મોકલ્યા ગુજરાતના શહેરોમાં પૈસા મોકલ્યા હતા:આંગડિયાના માલિક છગન જયંતી એ જણાવ્યું હતું કે, દિલ્હીના વેપારી અશોક ગર્ગ 108 વાર પૈસા ગુજરાત મોકલ્યા છે અને અલગ અલગ શહેરોમાં આ પૈસા અમે મોકલી આપ્યા છે. જેમાંથી 41 લાખ બારડોલી મોકલવામાં આવ્યા હતા, પરંતુ બનેલી લૂંટ ઘટના બાદ ખબર પડી કે આ પૈસા આમ આદમી પાર્ટી તરફથી મોકલવામાં આવ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બારડોલી મોકલવામાં આવેલા 41 લાખ સૌરભ પરાસર નામના વ્યક્તિને આપવાના હતા. દિલ્હીના વેપારી અમને કોલ કરતા હતા ત્યારે પછી અશોક ગર્ગના બંગલે કર્મચારીઓને બોલાવતા હતા અને ત્યાંથી આ પૈસા આંગડિયા મારફતે ગુજરાત અન્ય શહેરોમાં મોકલવામાં આવ્યા છે. આવકવેરાની ટીમ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને અમે સહકાર પણ આપી રહ્યા છે.
શું હતી ઘટના: આમ આદમી પાર્ટીના બારડોલીના ઉમેદવાર (AAP Bardoli candidate) રાજેન્દ્ર સોલંકીની કારમાંથી લગભગ 20 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ ચોરી મામલે હવાલા (Money laundering) અંગેનો એન્ગલ સામે આવ્યો છે. સુરત જિલ્લા પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, 9 ઓક્ટોબરના રોજ કડોદરા ખાતે આયોજિત દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની જનસભા પહેલા તારીખ 6 અને 7 ઓક્ટોબર અને સભા બાદ તારીખ 11 અને 12 ઓક્ટોબરના રોજ દિલ્હીથી આંગડિયા પેઢીના માધ્યમથી ચાર વખત 41 લાખ રોકડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. આજ રોકડ રૂપિયામાંથી 20 લાખ રૂપિયાની ચોરી થઈ હતી અને જેની તપાસ બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે. અગાઉ રાજેન્દ્ર સોલંકી પોતાનો ડ્રાઇવર બતાવ્યો હતો, પરંતુ તપાસમાં જાણવા મળ્યું છે કે, તે આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર્તા છે.
અરવિંદ કેજરીવાલ ટીમનું આઈકાર્ડ કોણ છે સૌરભ પરાશર:પોલીસ તપાસમાં સૌરભ પરાશર એ આમ આદમી પાર્ટીનું (Aam Aadmi Party latest news) સક્રિય કાર્યકર હોવાનું જાણવા મળ્યું છે, હાલ તે આ ઘટના બાદથી જ ગાયબ છે પરંતુ તેની પાસેથી ટીમ અરવિંદ કેજરીવાલનું એક આઈકાર્ડ પણ મળી આવ્યું છે, તેની તસવીર પણ હાલ સામે આવી રહી છે. જેમા તે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન સાથે જોવા મળે છે. અગાઉ રાજેન્દ્ર સોલંકી જેને પોતાનો ડ્રાઇવર બતાવી રહ્યો હતો તે સૌરભ પરાસર મુળ બિહારનો વતની છે અને જ્યાં પણ આમ આદમી પાર્ટીની મોટી સભાઓ ખાવાની હોય તે અગાઉથી જ ત્યાં પહોંચી જતો હતો અને 41 લાખ રૂપિયા ના નામે જે દિલ્હીથી આવ્યો હતો. પરબ આમ આદમી પાર્ટીની ટેકનીકલ ટીમનો હેડ છે અને ઇકોનોમિક્સ માં ગ્રેજ્યુએટ પણ છે ઉપરાંત આ પણ જાણવા મળ્યું છે કે, તે કોંગ્રેસ અને ખાસ કરીને પ્રશાંત કિશોર માટે પણ કામ કરી ચૂક્યો છે.
ચાર વખત 41 લાખ રોકડ રૂપિયા મોકલ્યા: આમ આદમી પાર્ટીના બારડોલીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની કારમાંથી લગભગ 20 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ ચોરી મામલે હવાલા અંગેનો એન્ગલ સામે આવ્યો છે. સુરત જિલ્લા પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, 9 ઓક્ટોબરના રોજ કડોદરા ખાતે આયોજિત દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની જનસભા પહેલા તારીખ 6 અને 7 ઓક્ટોબર અને સભા બાદ તારીખ 11 અને 12 ઓક્ટોબરના રોજ દિલ્હીથી આંગડિયા પેઢીના માધ્યમથી ચાર વખતં 41 લાખ રોકડ રૂપિયા (money laundry in election) મોકલવામાં આવ્યા છે. આજ રોકડ રૂપિયામાંથી 20 લાખ રૂપિયાની ચોરી થઈ હતી અને જેની તપાસ બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે.
બીજી વાર સમન્સ મોકલાવીશું: સુરત ગ્રામ્ય પોલીસના હિતેશ જોયશરે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે સુરત SOG દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ તપાસ કરી રહ્યા છે, અત્યાર સુધીમાં ચાર વાર 41 લાખ રોકડા રૂપિયા આંગડિયા મારફતે મોકલવામાં આવ્યા છે. એટલું જ નહીં અમદાવાદ આંગડિયામાંથી અનેકવાર રૂપિયા આવ્યા હોય તેની પણ જાણકારી અમને મળી છે. આંગડિયા પેઢીના સંચાલકોનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. સુરત ખાતે આવેલી રકમ દિલ્હીથી આંગડિયાના માધ્યમથી મોકલવામાં આવી છે. બારડોલીના ઉમેદવારને અમે અગાઉ પણ સમન્સ મોકલી ચૂક્યા છે પરંતુ તેઓ સંપર્કમાં નથી અમે બીજી વાર પણ તેમને સમન્સ મોકલાવીશું.