- કીમ સબ ડિવિઝનના રેઢિયાર વહીવટથી સ્થાનિક લોકો તોબા તોબા
- વીજ પોલમાં કરંટ ઉતરતા ગાયને લાગ્યો કરંટ
- કરંટ લાગતા ગાયનું ઘટના સ્થળે જ મોત
સુરત : કીમ વીજ કંપનીના અણઘડ અને રેઢિયાર વહીવટથી સ્થાનિક લોકો તોબા તોબા થઈ ગયા છે. કીમ નાયબ ઇજનેર અને તેઓની ટીમની કામગીરીથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણે કે ગમે ત્યારે લાઈટ જવી, ગમે ત્યાં શોર્ટ સર્કિટ થવો, વીજ પોલમાં કરંટ ઉતરવો આવી ઘટનાઓ કીમ ખાતે છાશવારે જોવા મળી રહી છે.
આ પણ વાંચો : બોરસદમાં વીજ કરંટ લાગતા 7 વર્ષીય વિદ્યાર્થીનું મોત, એક ગંભીર
કરન્ટ ઉતરતા વીજ પોલ પાસે બેઠેલી 3 ગાય ઝપેટમાં આવી ગઈ, એકનું મોત
શનિવારે રાત્રે કીમ રંગ કૃપા સોસાયટીના પહેલા વિભાગના વીજ પોલમાં કરન્ટ ઉતરતા વીજ પોલ પાસે બેઠેલી 3 ગાય ઝપેટમાં આવી ગઈ હતી. જોકે સદનસીબે બે ગાય ભાગી ગઈ હતી. એક ગાય ઉભી થઇ શકી ન હતી અને રિબાઈ રિબાઈને મોતને ભેટી હતી, ત્યારે સ્થાનિક લોકો દ્વારા વીજ કંપનીને જાણ કરવામાં આવતા છતાં કલાકો પછી કંપનીના માણસો આવ્યા હતા અને લાઈન બંધ કરી ગાય હટાવાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો :દોલતપરમાં વીજ શોક લાગતા બે બાળકોનું થયું મોત
અનેકવાર વીજ કંપનીની બેદરકારીના લીધે મુંગા પશુઓના થયા છે મોત
વીજ કંપનીના લીધે કોઈ પશુઓનું મોત થયું હોય એ પહેલી ઘટના નથી. ગત ચોમાસાની સીઝનમાં કુદસદના સમૂહ વસાહતમાં એક માલધારી પરિવારની કિંમતી 4 ભેંસોને કંરટ લાગ્યો હતો અને ચારેય ભેંસોના ઘટના સ્થળે જ મોત થયું હતું, ત્યારે અવારનવાર વીજ કંપનીની બેદરકારીથી લોકોના કિંમતી પશુઓ મોતને ભેટતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.