- સૈયદપુરા વિસ્તારમાં પતિને બચાવવા ગયેલી પત્ની પણ દાઝી
- રાત્રે દોઢેક વાગ્યે સળગેલી હાલતમાં બહાર ભાગ્યો પતિ
- કઈ રીતે આગ લાગી તે અંગે પોલીસ કરી રહી છે તપાસ
સુરતઃ સૈયદપુરા વિસ્તારમાં રહેતા ગણેશ ચૌહાણ બુધવારે પૂત્રી તથા પૂત્ર સાથે ઘરમાં સુતા હતા. રાત્રે પત્ની રફિયા પરિવાર સાથે સૂતા હતા તે દરમિયાન અચાનક રાતે દોઢેક વાગ્યે રફિયાનો પતિ ગંભીર રીતે સળગી ગયો હતો. સળગવાની સાથે જ ગણેશ ઘરની બહાર દોડે છે અને તેની પત્ની તેની પાછળ હાથમાં ધાબળો લઈને દોડે છે. જોકે આ વાતની જાણ સ્થાનિકોને પડતા જ બૂમાબમ થઈ ગઈ હતી અને સાથે જ પત્ની પણ દાઝી ગઈ હતી. લોકોએ તરત 108 એમ્બુલન્સને જાણ કરતા તરત 108ની ટીમ દ્વારા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા અને હાલ આ બને જણાં કઈ રીતે સળગી ગયા તે વાત હજી સુધી પોલીસેને પણ ખબર પડી નથી.પોલીસ દ્વારા બંને જણાંને મેજિસ્ટ્રેટ પાસે લઈને ગયા હતા પણ ત્યાં પણ ત્યાં પણ કઈ રીતે બંને જણા સળગી ઊઠ્યા એ વાત કહી નથી.
વાંચો: સુરતમાં મોડી રાત્રે 2 અલગ-અલગ સ્થળોએ લાગી આગ, જાનહાની ટળી
પતિને બચાવમાં પત્ની પણ દાઝી
પત્ની રફિયાએ કહ્યું કે, અમે સુતા હતા અને અચાનક જ મારા પતિની પીઠ સળગવા લાગી હતી અને તેઓ ઘબરાઈને ઘરની બહાર દોડી ગયા હતા. હું પણ એમની પાછળ આગ ભૂંજાવા ભાગી હતી. હું હાથમાં ધાબળો લઈને દોડી હતી અને તેઓ દોડતા દોડતા પડી પણ ગયા હતા. આથી મેં એમની ઉપર ધાબળો નાખ્યો અને માટી નાખીને આગને ભૂજવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં મને હાથમાં દાઝી ગઈ હતી. વધુમાં એમ પણ જણાવ્યું કે 15 વર્ષ પહેલાં મારી બહેન ઘર છોડીને જતી રહી હતી અને હાલ કેટલાક મહિનાઓથી જોર જબરજસ્તીથી અમારી સાથે જ રહે છે અને આઉં કોઈ વાર બન્યું પણ નથી આવે પોલીસ અમને ન્યાય આપે.
રાત્રે દોઢેક વાગ્યે સળગેલી હાલતમાં બહાર ભાગ્યો પતિ વાંચો:સુરતની પાંડેસરા GIDC સ્થિત પ્રેરણા મીલમાં ભીષણ આગ, એક કર્મચારી જીવ બચાવવા ત્રીજા માળેથી કુદ્યો
પોલીસ ન્યાય આપે તેવી પરિવારની માગ
ગણેશ ચૌહાણે કહ્યું કે, હું તો સૂતો હતો. અચાનક જ મારી પીઠ સળગવા લાગી હતી અને હું ઘબરાઈને ઘરની બહાર ભાગ્યો હતો અને મારી પાછળ મારી પત્ની પણ ભાગી અને મારી પત્નીએ બૂમા-બમ કરતા મારી પત્ની અને લોકોએ મને બચાવ્યા છે. વધુમાં એમ જણાવ્યું કે, મારી સાળી કેટલાક સમયથી જબરજસ્તી તેના પતિ સાથે મારા ઘરમાં રહે છે અને કહે છે ગમે તે થઈ જાય તમને ઘરમાંથી બહાર કાઢી ને જ રહીશ. આ વાત શુક્રવારની છે આજે 5 દિવસ થઈ ગયા છે અને આજે આ ઘટના બની છે. મને અને મારા પરિવારને પોલીસ ન્યાય આપે એવી મારી આશા છે.