સુરત: શહેરના સરથાણા પોલીસ મથકના કોન્સ્ટેબલની ગુંડાગર્દી સીસીટીવીમાં કેદ થઈ છે. તેમણે બેન્કની મહિલા કર્મચારીને માર માર્યો છે. જે સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે.
આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલના સંબંધી બેન્કમાં પાસબુકમાં એન્ટ્રી પડાવવા ગયા હતા. બેન્ક કર્મચારીએ તેમને પાસબુકમાં એન્ટ્રી ના પાડી આપતા બાદમાં પોલીસ કોન્સ્ટેબલ ત્યાં જઇ પહોંચ્યો હતો. જ્યાં તેમણે બેન્ક કર્મચારી સાથે અપશબ્દો બોલી ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યુ હતું.
આ ઘટનાનો વીડિયો ઉતારી રહેલી બેન્કની મહિલા કર્મચારીને કોન્સ્ટેબલે માર પણ માર્યો હતો. કોન્સ્ટેબલે મોબાઈલ ઝૂંટવી માર માર્યો હતો. એક બેન્ક મહિલા કર્મચારી સાથે પોલીસ કોન્સ્ટેબલના અશોભનીય વર્તન બાદ મહિલાઓની સુરક્ષાની વાત કરતી પોલીસ વિવાદમાં આવી છે. કેન્દ્રિય પ્રધાનની માંગને પગલે કોન્સ્ટેબલ સસ્પેન્ડ
આ ઘટના અંગે પુણા પોલીસે બેન્કની મહિલા કર્મચારીની માત્ર એનસી ફરિયાદ નોંધી છે. સરથાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સામે માત્ર એનસી ફરીયાદ નોંધવામાં આવી છે. મહત્વનું છે કે, સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણનું ટ્વીટ આ સમગ્ર ઘટના બાદ નાણા પ્રધાન નિર્મલા સીતારમણની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે ટ્વીટ કરીને બેન્કની મહિલા કર્મચારી સામે ગેરવર્તન કરનારા પોલીસ કોન્સ્ટેબલને સસપેન્ડ કરવા જણાવ્યું હતું.
સુરતમાં કોન્સ્ટેબલની ગુંડાગર્દી