ગુજરાત

gujarat

બારડોલીમાં 6 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું

By

Published : Apr 13, 2021, 8:26 AM IST

Updated : Apr 13, 2021, 1:54 PM IST

સુરત જિલ્લાના બારડોલી શહેર તેમજ તાલુકાના 6 ગામોમાં 13મી એપ્રિલથી 18મી એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક વેપારીઓ અને સંસ્થાઓની રજૂઆત પછી વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

બારડોલીમાં 6 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર
બારડોલીમાં 6 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર

  • બારડોલી વહીવટીતંત્ર દ્વારા 6 દિવસનું લોકડાઉન જાહેર
  • 13 એપ્રિલથી 18 એપ્રિલ સુધી લોકડાઉન રહેશે
  • લોકડાઉન દરમિયાન જીવન-જરૂરિયાતની ચીજ-વસ્તુઓ મળી રહેશે

સુરત (બારડોલી) : જિલ્લામાં વધી રહેલા કોરોનાના પ્રકોપને કારણે બારડોલી વહીવટીતંત્ર દ્વારા 6 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 13મી એપ્રિલથી 18મી એપ્રિલ સુધી બારડોલી નગરપાલિકા વિસ્તાર સહિત 6 ગામોમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે.

લોકોને ઘરની બહાર ન નીકળવા માટે તાકીદ કરવામાં આવી


કોરોનાના વધી રહેલા સંક્રમણને કારણે બારડોલી વેપારી મંડળ, ચેમ્બર ઓફ કોમર્સ અને અલગ-અલગ સંગઠનો દ્વારા શહેરમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની માગ કરવામાં આવી હતી. જેના અનુસંધાને બેઠક વણસી રહેલી પરિસ્થિતિને કારણે બારડોલી SDM દ્વારા લેખિતમાં જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે. 13મી એપ્રિલથી 18મી એપ્રિલ સુધી આવશ્યક સેવાઓ સિવાય તમામ જાહેર બજાર બંધ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમજ આ સમય દરમિયાન લોકોને ઘરની બહાર ન નીકળવા માટે તાકીદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ઇડરના દરામલી ગામે સાત દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

13 એપ્રિલથી 18 એપ્રિલ સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું

બારડોલી SDM વી.એન.રબારીએ જણાવ્યું હતું કે, વિવિધ વેપારી સંગઠનો દ્વારા વધી રહેલા કોરોનાના સંક્રમણને રોકવા માટે લોકડાઉનની માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને વહીવટીતંત્ર દ્વારા આજે મંગળવાર 13 એપ્રિલથી 18 એપ્રિલ સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેનું લોકોને પાલન કરવા માટે અનુરોધ કરું છું.

આ પણ વાંચો : બાલાસિનોરમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે સ્વયંભૂ લોકડાઉન

સ્વૈચ્છિક લોકડાઉન દરમિયાન અમુક સેવાઓ ઉપલબ્ધ રહેશે

લોકડાઉન દરમિયાન હોટલ પર સોશિયલ ડિસ્ટન્સ જાળવી પાર્સલ સુવિધાને આપી શકાશે. ઔદ્યોગિક એકમોમાં આવનજાવન તેમજ એકમો ચાલુ રાખી શકાશે. શાકભાજી, પેટ્રોલિયમ, સીએનજી, એલપીજી, ઍલએનજી, પીએનજી, પાણી, વીજળી, ટેલીકોમ્યુનિકેશન સહિતની સેવાઓ ઉપલબ્ધ રહેશે.

Last Updated : Apr 13, 2021, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details