સુરતઃશહેરમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. તેવામાં ફરી એકવાર અકસ્માતના કારણે વેપારીનું મોત થયું હતું. અહીં ડીંડોલી વિસ્તારમાં મોપેડ ડિવાઈડર સાથે અથડાતા કાપડના વેપારીનું કરૂણ મોત નીપજ્યું હતું. મોપેડ પર કાપડના વેપારી પોતાના મિત્ર સાથે જઈ રહ્યા હતા. અકસ્માત નડતા વેપારીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બીજા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત અંગે માહિતી મળતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃVadodara Accident : એક્સપ્રેસ વે પર ચાર વાહનોનો અકસ્માત બસ ટ્રક લટકી રહ્યા, પાંચ ઈજાગ્રસ્ત
24 કલાકમાં 3 અકસ્માતઃ શહેરમાં 24 કલાકમાં ત્રણ અકસ્માતની ઘટના બની છે. આ 2 અકસ્માતની ઘટનામાં 2 લોકોનું કરૂણ મોત પણ નીપજ્યું હતું, જેમાંથી એક સુરતના ડીંડોલી વિસ્તારમાં સામે આવી છે. ગોડાદરાથી ડીંડોલી તરફ આવતા બ્રિજ ઉતરતી વેળાએ મોપેડ પર જઈ રહેલા 2 લોકોને અકસ્માત નડ્યો હતો. ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા મોપેડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. ત્યારે 2 યુવાનો પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. મૃતકનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જ્યારે તેઓ સંતાનમાં એક પુત્ર હોવાનું સામે આવ્યું હતું.