સુરત: ગુજરાતના સુરત શહેરના કેમિકલ એન્જિનિયર યશએ એક એપ્લીકેશન બનાવી(Chemical engineer created the app) છે જેનાથી લોકો સોલાર એનર્જી વિશેની માહિતી (Solens application)સરળતાથી એકઠી કરી શકશે. પરંતુ જો તેઓ સોલર પેનલ ખરીદવા માંગતા હોય તો તેમને એક જ પ્લેટફોર્મ પર ઘણા ડિયાટ્રિબ્યુટર મળશે. તેમજ સોલાર પેનલ ખરીદવા માટે બેન્ક કેટલી લોન આપશે અને સરકાર દ્વારા કેટલી સબસિડી આપવામાં આવશે તેની તમામ માહિતી પણ આ એપ પર ઉપલબ્ધ હશે. એટલું જ નહીં, સોલાર પેનેલ (Solar energy)ખરીદવા પર કેટલો વીમો મળે છે તેની માહિતી પણ યશની એપ સોલન્સ જાણી શકાશે. ઓનલાઈન બિડિંગ થશે જેમાં તમે સૌથી સસ્તી ઓફર કરતા ડિસ્ટ્રીબ્યુટર પાસેથી સોલર પેનલ ખરીદી શકો છો.
આ પણ વાંચોઃHybrid plant : 390 મેગાવોટનો વિન્ડ-સોલાર હાઇબ્રિડ પાવર પ્લાન્ટ ક્યાં અને કોણે કર્યો કાર્યાન્વિત જાણો
સૌથી ઓછી પ્રાઈઝ આપે તે બીડિંગ જીતી જાય -યશે જણાવ્યું હતું કે,મેં એક એપ્લિકેશન બનાવી છે કે જેઓને સોલાર ખરીદવું હોય તેમને એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવામાં(Solar Energy App) આવે છે. જેમા સોલારને લઈને ઓનલાઈન કોટેશન મળી જાય છે. સાથે બધી પ્રોસિજર ઓનલાઈન થાય છે એટલે અલગ-અલગ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી જે ચાર-પાંચ કોટેશન અમે રોજેરોજ મંગાવતા હતા અને તેમની તુલના કરતા હતા તે તમામ વસ્તુઓ ઓનલાઈન થઈ શકશે. આ એક બીડિંગ પ્લેટ ફોર્મ છે. જે રીતે ઓક્શન કરવામાં આવે છે ત્યારે સૌથી વધારે પ્રાઈઝ વાળો વસ્તુ લઈ જાય છે તે જ રીતે રિવર્સ ઓક્શન છે. જે સૌથી ઓછી પ્રાઈઝ આપે તે બીડિંગ જીતી જાય છે.