- મોતામાં યુવકની હત્યાને પોલીસનો અકસ્માત મોતમાં ખપાવવાનો પ્રયાસ
- પરિવારજનોના આરોપ બાદ પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા હત્યા થઈ હોવાનું ખૂલ્યું
- પોલીસે આરોપી સગીરની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી
બારડોલી:બારડોલી પોલીસે મોતા ગામમાં શેરડીના ખેતરમાંથી યુવકની હત્યા કરાયેલી અર્ધનગ્ન મૃતદેહ મળી આવવાની ઘટનામાં એક કિશોરને હસ્તગત કર્યો હતો. મૃતક યુવકને કિશોરની પ્રેમિકા સાથે પ્રેમ સંબંધ હોવાની વહેમ રાખી ખેતરમાં ગળું દબાવી હત્યા કરી દીધી હોવાનું પોલીસે જણાવ્યુ હતું. જોકે, આ કેસમાં બારડોલી પોલીસ દ્વારા મોતને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હત્યા હોવા છતાં અકસ્માત મોતની જાહેરાત લીધી હતી. પરંતુ, પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરતાં પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની ફરજ પડી હતી. આ બાદ, તેના પ્રાથમિક રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થતાં છેવટે પોલીસને બીજા દિવસે હત્યાનો ગુનો નોંધવો પડયો હતો.
આ પણ વાંચો:તાપીના વ્યારામાં બિલ્ડર નિશિષ શાહની હત્યાનો ભેદ ઉકેલાયો
21મીના રોજ શેરડીના ખેતરમાંથી મળી આવ્યો હતો મૃતદેહ
બારડોલી પોલીસ હવે ગંભીર હત્યા જેવા ગુનાને પણ અકસ્માત મોતમાં ખપાવવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. ગત 21મી મેની સાંજે મોતાના નવીગિરનાર ફળિયામાં આવેલા જનતા ફળિયું કોલોનીમાં રહેતા 22 વર્ષીય અનિલ રાજુ રાઠોડનો શંકાસ્પદ હાલતમાં શેરડીના ખેતરમાંથી અર્ધનગ્ન મૃતદેહ મળી આવ્યો હતો. ઇજાના બાહ્ય નિશાન ન હોવા છતાં હત્યા થઈ હોવાનું દેખીતી રીતે જણાય આવતું હતું. પરંતુ, બારડોલી પોલીસ દ્વારા તાત્કાલિક હત્યાનો ગુનો નોંધવાની જગ્યાએ મૃતકના પિતાની અકસ્માત મોતને કારણે મોતને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.