સુરત: નાનપુરા વિસ્તારમાં મોડી રાત્રે ગાડીને ટક્કર લાગવા મુદ્દે બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. લોકો બેકાબુ થતા સામે-સામે પથ્થર મારો અને કાચની (Surat police started timely action)બોટલોના પ્રહારો કરવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો અને સુરત પોલીસ કમિશ્નર પણ ઘટના સ્થળે પહોચી ગયા હતા અને ગણતરીના કલાકોમાં પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.
નાના મુદે મોટી બબાલ: આ ઘટના સર્જાતા પોલીસ કમિશ્નર પહોંચ્યા ઘટના સ્થળે - ક્રાઈમ બ્રાંચ
સુરત જીલ્લાના નાનપુરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ પરિસ્થિતિને કાબુમાં (big quarrel over a small issue) લેવા માટે પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર તેમજ S.O.G.ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસ કમિશ્નર પહોંચ્યા ઘટના સ્થળે: નાનપુરા ઝીંગા સર્કલ નજીક લાપસીવાલની ચાલ પાસે મંગળવારની મોડી રાત્રે નજીવી બાબતે બે જૂથ આમને સામને આવી ગયા હતા. ગાડીની ટક્કર લાગવા મુદે ઝઘડો થતા મામલો બેકાબુ થયો હતો. નાની ઘટના એ મોટું સ્વરુપ ધારણ કરી લીધું હતું. આ ઉપરાંત બંને જૂથ વચ્ચે પથ્થર મારો અને કાચની બોટલો ફેકવામાં આવી હતી. જેને કારણે રાત્રીના સમયે અહી અફરાતફરી મચી ગઈ હતી. પરિસ્થતિ કાબુ બહાર જાય તે પહેલા (Stone throwing between the two groups) ક્રાઈમ બ્રાંચની ટીમ સહિતનો પોલીસ કાફલો અને પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. તેમજ રાત્રીના સમયે જ પોલીસે અહી ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો.